Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રાજનીતિનું અપરાધીકરણ ખતરનાકઃ પારદર્શિતા જરૂરીઃ દાગી નેતાઓને સુપ્રીમ કોર્ટ તરફથી રાહતઃ કાયદો બનાવવા સંસદ ઉપર જવાબદારી ઢોળીઃ આરોપ ઘડાય ત્યાં સુધી ચૂંટણી લડતા રોકી ન શકીએ

સુપ્રીમ કોર્ટે દાગી ઉમેદવાર અંગે આપ્યો મહત્વનો ફેંસલોઃ ચાર્જશીટના આધારે કાર્યવાહી કરવા ઇન્કારઃ ભ્રષ્ટાચારને કોર્ટે ઇકોનોમિક ટેરર ગણાવ્યું: સોગંદનામામાં ઉમેદવારે અપરાધિક કેસ અંગેની વિગતો આપવી પડશેઃ રાજકીય પક્ષે પણ વિગતો આપવાની રહેશેઃ વેબસાઇટ ઉપર પણ વિગતો મુકવાની રહેશે

નવી દિલ્હી તા. ૨પઃ કલંકીત નેતાઓને ચૂંટણી લડવા અટકાવવાની અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ફેંસલો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજનીતિનું અપરાધિકરણ ખતરનાક હોવાનું ગણાવતા પારદર્શિતા જરૂરી હોવા પર ભાર મૂકયો હતો અને દાગી નેતાઓ મામલે કાયદો બનાવવાની જવાબદારી સંસદ ઉપર ઢોળી હતી. સુપ્રીમ કોર્ટે જો કે નેતાઓને રાહત આપતા જણાવ્યું હતું કે, આરોપ ઘડાય ત્યાં સુધી અમે તેઓને ચૂંટણી લડતા અટકાવી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર એ ઇકોનોમિક ટેરર કહી શકાય. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારે સોગંદનામાામાં અપરાધિક કેસોની વિગતો આપવી પડશે, જ્યારે રાજકીય પક્ષે પણ વેબસાઇટ ઉપર વિગતો આપવી પડશે.

સુપ્રીમ કોર્ટે ઉમેદવારો અને રાજકીય પક્ષોને પેન્ડીંગ ક્રિમીનલ કેસ અંગેની વિગતો લોકલ મીડિયા એટલે કે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા એમ બંનેને આપવી પડશે.

 

(12:13 pm IST)