Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

કાગડો ખરેખર તો સ્‍વચ્‍છ ભારતનો આઇકોન હોવો જોઇએ

એક કાગડો વર્ષે ૧૧૦ કિલો જેટલા કચરાનો નિકાલ કરે છે : ૨૦ વર્ષ પહેલા ઠેર ઠેર કાગડાં જોવા મળતાં હતા, હવે માંડ ગણ્‍યા-ગાંઠયા સ્‍થળે જોવા મળે છે

મુંબઇ તા. ૨૫ : એક તબક્કે પિતૃઓના શ્રાધ્‍ધમાં કાગડા શોધવાની જરૂરી પડતી ન હતી. કાગવાસ બોલતાં જ ઘરની અગાશી ઉપર આવતાં હતા. આજે તે શોધે પણ દેખાતાં નથી. બોલાવો તો પણ આવતાં નથી.  એવી માન્‍યતા છે કે શ્રાધ્‍ધમાં કાગડાને ખવડાવેલી ખીર -પુરી પીતૃઓને પહોચે છે. આ માન્‍યતા સાચી કે ખોટીમાં પડયા સીવાય એક  હકીકત એ છે કે  કાગડા ઓછા થયા તે શહેરના આરોગ્‍ય માટે ચિંતાનો વિષય છે.

એક સમયે શહેરમાં ઠેર ઠેર એક-બે નહીં પરંતુ ટોળામાં કાગડા જોવા મળતાં હતા. હવે માત્ર શહેરના ગણ્‍યાં-ગાંઠયા વિસ્‍તારોમાં જ કાગડા જોવા મળે છે. અને તે પણ ક્‍યારેક. તેવો મત શહેરના જાણીતા પક્ષીવિદ અને શિક્ષણશાષાી ડો. રણજીત દેવકરે જણાવ્‍યું હતુ.

ડો. દેવકરના મત મુજબ સ્‍વચ્‍છ ભારતનો આઈકોન અન્‍ય કોઈ ન પણ ખરેખર તો કાગડો હોવો જોઈએ, કેમ કે કાગડો એ સરેરાશ પ્રતિદિન તેના વજન કરતાં અડધા ભાગનો કચરો ખાઈ જતો હોય છે. એક કાગડાનું વજન સરેરાશ ૬૦૦થી ૬૫૦ ગ્રામ હોય છે. આ જોઈએ તો એક કાગડો પ્રતિદિન સરેરાશ ૩૦૦થી ૩૫૦ ગ્રામ કચરાનો નિકાલ કરતો હોય છે. આમ વર્ષમાં તે ૧૧૦ કીલો કચરાનો નિકાલ કરતો હોય છે. આથી કાગડાને કુદરતનો સેનેટરી ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે ઓળખાય છે.

સ્‍માર્ટ સિટી સહીતના અન્‍ય વિકાસના નામે રસ્‍તા પહોળાં કરવા સંખ્‍યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી દેવાતા સિમેન્‍ટ-કોંક્રિટની તોતીંગ ઈમારતો ઉભી કરાઇ છે. જેથી પક્ષીઓની વસાહતો ઓછી થતા તેમની પોટેન્‍શિયલ નેસ્‍ટીંગ સાઈટ્‍સ પણ ઓછી થઈ ગઈ હતી. હવે નહીંવત રહી છે તેમ દેવકરે ઉમેર્યું હતુ.

કાગડો એ મૂળત : ચતુરપક્ષી છે

કાગડો એ મૂળતઃ ચતુર પક્ષી છે. તેના મગજમાં અન્‍ય પક્ષીઓની તુલનામાં સ્‍ટાઈટેડ એરિયા તેના કદના પ્રમાણમાં વધુ હોય છે. તે માણસને સારી રીતે ઓળખી શકે છે. તેની સાથે દુર્વ્‍યવહાર કરનારને યાદ રાખી હેરાનીનો બદલો સારી રીતે લઈ શકે છે. કાગડામાં એનાલીટીકલ પ્રોબ્‍લેમ્‍સ સોલ્‍વ કરવાની શક્‍તિ વધુ સારી હોય છે. કાગડા બાબતે સમગ્ર વિશ્વમાં વિવિધ માન્‍યતાઓ પ્રર્વિત રહી હોવાનું ડો. રણજીત દેવકરે ઉમેર્યું હતુ. ચતુર કાગડો એ મૂળ યુરોપની વાર્તા છે, ભારતની નહીં. જો કે આજે આ વાત માનવી અઘરૂ છે તેમ હાસ્‍ય રેલાવતાં તેમણે ઉમેર્યું હતુ.

પ્રજનનની તકો ઓછી થવી એ સંખ્‍યા ઘટવાનું કારણ

કાગડાની સંખ્‍યા ઓછી થવા પાછળનું મૂળ  કારણ પ્રજનનની તકો ઓછી થવી એ છે. એપ્રિલથી સપ્‍ટેમ્‍બર દરમિયાન તેમનો પ્રજનન ગાળો હોય છે. માંદા કાગડો ચાર ઈંડા મૂકે છે.  ૨૫ દિવસમાં ઈંડુ તૈયાર થઈ જાય છે. બચ્‍ચા ૧૮ દિવસમાં મોટા થઇ ઉડવા લાયક થાય છે.

શહેરમાં બે પ્રજાતીઓના પ્રકારના કાગડાં જોવા મળે છે

કાગડાની વિવિધ ૪૦ પ્રજાતિઓ હાલ વિશ્વમાં અસ્‍તિત્‍વમાં છે. તે પૈકી ભારતમાં સાત પ્રજાતી છે. આ સાત પૈકી ગુજરાતમાં બે પ્રજાતીઓ જોવા મળે છે. એક ગીરનારી કાગડો. તેને જંગલી ક્રો તરીકે પણ ઓળખવામા આવે

છે. તે આખો કાળો હોય છે. બીજી પ્રજાતિને સાદો કાગડો કહે છે.

(11:25 am IST)