Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- હું ભારતને પ્રેમ કરૃં છું: મારા મિત્ર પીએમ મોદીને સલામ કહેજો

ભારતીય રાજદૂત સૂત્રોએ જણાવ્યું કે સુષ્માએ જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિને કહ્યું કે તેઓ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભકામના લઇને આવી છે, તો ટ્રમ્પે કહ્યું કે હું ભારતને પ્રેમ કરૃં છું

વોશિંગ્ટન તા. ૨૫ : અમેરિકા પ્રેસિડન્ટના નેતૃત્વમાં ડ્રગ્સ વિરુદ્ઘ લડાઇના મામલે ચર્ચા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ મંચ પરથી ઉતરતી વખતે સંયુકત રાષ્ટ્રમાં અમેરિકન રાજદૂત નિક્કી હેલીએ સુષમા સ્વરાજને ગળે મળ્યા હતા અને તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સુષમાજીની મુલાકાત કરાવી હતી.

ભારતીય રાજદૂત સૂત્રોએ જણાવ્યું કે સુષમાએ જયારે અમેરિકન રાષ્ટ્રપતિને કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભકામના લઇને આવી છે, તો ટ્રમ્પે કહ્યું કે હું ભારતને પ્રેમ કરું છું, મારા મિત્ર પીએમ મોદીને મારા અભિવાદન આપજો.

સંયુકત રાષ્ટ્ર મહાસભાના ૭૩માં સત્રના ઉચ્ચ સ્તરીય સપ્તાહની શરૂઆત થવા પર વિદેશ મંત્રી વિશ્વ માદક પદાર્થ સમસ્યા પર કાર્યવાહી માટે વૈશ્વિક આહવાન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમનું નેતૃત્વ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે પીએ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા અવાર નવાર ચર્ચાતી રહી છે, જાણીતા પત્રકાર બોબ વુડવર્ડના પુસ્તકમાં આ અંગે ઉલ્લેખ પણ કરાયો હતો. ફિયર ટ્રમ્પ ઇન ધ વ્હાઇટ હાઉટમાં ટ્રમ્પના હવાલેથી કહેવામાં આવ્યું કે 'ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારા એક મિત્ર છે, હું તેઓને ખુબ પસંદ કરું છું'. વુડવર્ડના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પે ગત વર્ષે ૧૯ જુલાઇએ વ્હાઇટ હાઉસમાં એક સિતુએશન રૂમમાં બેઠક દરમિયાન આ પ્રતિક્રિયા વ્યકત કરી હતી.

(9:37 am IST)