Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

હે મા, માતાજી ! માંડ સવા વર્ષની આ છોકરીનું વજન છે ૨૫ કિલો!

નવ મહિનાની હતી ત્યારે તેનું વજન ૨૦ કિલો હતું

ચંદીગઢ તા. ૨૫ : ચંદીગઢમાંથી એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે કે નાનપણમાં બાળકનું વજન જેટલું વધુ એટલું તે હેલ્ધી બેબી કહેવાય. પરંતુ, ચાહત નામની બાળકીનું વજન એક ચિંતાનો વિષય બની ગયો છે. જયારે તે નવ મહિનાની હતી ત્યારે તેનું વજન ૨૦ કિલો હતું. જયારે ૧૬ મહિનાની આ બાળકીનું વજન હાલમાં વજન ૨૫ કિલો છે. જેટલું વજન હોવું જોઇએ તેનાથી બમણું વજન તે ધરાવે છે. વૈશ્વિક સ્તરે આ પ્રકારના ૫૧ કેસ પૈકીનો આ કેસ છે. આવા બાળકોને ઓબેસિટી કિડ કહે છે. આ પ્રકારની બીમારીને લેપ્ટિન ડેફિસિયન્સી ડિસીઝ કહે છે.

આ એક જિનેટિક રોગ છે જેની કોઇ સીધી અસર દિમાગ પર થતી નથી. જનરલ કિલનિકલ રીસર્ચના અહેવાલમાં આ કિસ્સો પ્રકાશિત થયો હતો. જયારે તે નવ મહિનાની હતી ત્યારથી તેની સારવાર ચાલી રહી છે. આ કેસને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પણ ગંભીરતાથી લઇ રહ્યું છે. સારવાર અંગે પણ ધ્યાન આપી રહ્યું છે. પોસ્ટગ્રેજયુએશન મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ રીસર્ચમાં તેની ટ્રિટમેન્ટ ચાલી રહી છે. મેડિકલ સંસ્થાએ જણાવ્યું હતુ કે, હાલમાં ઘણી બધી કંપનીઓ આ બીમારીની સારવાર માટે હોર્મોન થેરાપી મેડિસિન મંગાવી રહી છે. જે ઇન્જેકશન જેવા રૂપમાં હોય છે અને કિંમત પણ ખૂબ વધઆરે હોય છે.

ડો. દેવી દયાલે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૭માં લેપ્ટિન જીન્સમાં પરિવર્તનનો આ પ્રકારનો કેસ પાકિસ્તાનમાંથી સામે આવ્યો હતો. જયારે ભારતમાં વર્ષ ૨૦૧૩માં નવી દિલ્હીમાંથી આ પ્રકારનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ બીમારીની સારવાર માટે કોઇ ચોક્કસ પ્રકારની દવા મળી રહે તેની તબીબો રાહ જોઇ રહ્યા છે. આ ઉપરાંત બેરિયાટ્રિક સર્જરી માટે બાળકીને વિજયવાળા ખસેડવામાં આવી હતી. ચાહત એક ખૂબ ગરીબ પરિવારમાંથી આવે છે. તેના માતા-પિતા ૨ લાખ રૂપિયા સુધીની રકમ સારવાર પાછળ ખર્ચી શકે એમ નથી.

ડોકટરોએ જણાવ્યું હતું કે, અરેઇન આદિવાસી પ્રજાતિ જેઓ ઉત્તર પશ્ચિમથી પંજાબમાં આવીને સ્થાયી થયા હતા તેમનામાં આ પ્રકારનો રોગ જોવા મળ્યો હતો. જેઓની વસતી પાકિસ્તાનના સેન્ટ્રલ પંજાબમાં રહેતી હતી. આ દર્દીઓ પણ ભારતના પંજાબમાં સારવાર માટે આવ્યા હતા. અરેઇન આદિવાસીઓની પ્રજાતિ હાલમાં ઉત્ત્।ર ભારતમાં છુટી છવાઇ છે.(૨૧.૪)

(9:36 am IST)