Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

મધ્યપ્રદેશમાં ભાજપને ઘેરવા આઠ રાજકીય પક્ષોનું બનશે ગઠબંધન ;30મીએ ભોપાલમાં મહત્વની બેઠક

બસપા દ્વારા 22 ઉમેદવારોની જાહેરાત બાદ વિપક્ષી દળોના મત્તનું વિભાજન અટકાવવા પગલું

 

ભોપાલ : વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષના મતનું વિભાજન અટકાવવા આઠ રાજકીય પક્ષોનું ગઠબંધન બનાવવા તૈયારી શરુ થઇ છે લોકતાંત્રિક જનતા દળના સલાહકાર ગોવિન્દ યાદવે જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપની વિરુદ્ધ ગઠબંધન બનાવવા માટે આઠ રાજનીતિક દળોની 30 સપ્ટેમ્બરે ભોપાલમાં બેઠક યોજાશે

   બસપા દ્વારા મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવારોની ગુરૂવારે કરાયેલી જાહેરાત બાદ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે. જેથી વિપક્ષી દળોનાં વોટોને વહેંચણી હોય અને ભાજપને સતત ચોથી વાર સત્તામાં આવતા અટકાવી શકાય.

  યાદવે જણાવ્યું કે, સંવૈધાનિક લોકશાહી બચાવવા માટે અને વૈકલ્પિક રાજનીતિની માટે મધ્યપ્રદેશના આઘામી વિધાનસભા ચૂંટણી માટે બિન ભાજપીય દળોના ગઠબંધન માટે આઠ અલગ અલગ રાજનૈતિક દળોની બેઠક 30 સપ્ટેમ્બરે ભોપાલમાં આયોજીત છે

  તેમણે કહ્યું કે, બેઠકમાં લોકતાંત્રીક જનતા દળ, માર્કસવાદી કમ્યનિસ્ટ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, હુજન સંઘર્ષ દળ, ગોંડવાના ગણતંત્ર પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય સમાનતા દળ અને પ્રજાતાંત્રિક સમાધાન પાર્ટીને આમંત્રીત કરવામાં આવ્યા છે

(12:00 am IST)