Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

હવે મોબાઇલ એપથી રેલવેની જનરલ ટિકિટનું થઇ શકશે બુકિંગ:

નવી દિલ્હી ;રેલવેતંત્ર મુસાફરોની સગવડ અને સુવિધામાં વધારો કરવા અનેકવિધ યોજના પર કામ કરી રહ્યું છે ત્યારે પૂર્વ-મધ્ય રેલવે પ્રશાસને આજથી યાત્રીઓની સુવિધામાં વધારો કરતાં મોબાઇલ એપથી જનરલ ટિકિટની સગવડ આપી છે.

  આજથી રેલવેયાત્રીઓ યુટીએસ ઓન મોબાઇલ એપ દ્વારા પૂર્વ-મધ્ય રેલવે ક્ષેત્રના કોઇ સ્ટેશન માટે જનરલ ટિકિટ બુક કરાવી શકશે. બુકિંગ ક્લાર્ક યાત્રીઓના સુપરફાસ્ટ અને સરચાર્જના નામ પર 10થી 20 રૂપિયા વધુ વસૂલતા હતા. તેની ફરિયાદો પણ રેલવેને મોટી સંખ્યામાં મળી રહી હતી.

(12:00 am IST)