Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

દાગી નેતાઓને ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ અંગે આવતીકાલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ન્યુદિલ્હી : છેલ્લા 5 વર્ષ કરતા પણ વધુ સમયથી જેઓના ઉપર કોઈ અપરાધના આરોપસર કામ ચાલી રહ્યું હોય તેવા દાગી નેતાઓને ચૂંટણી લડતા રોકવા અંગે આવતીકાલે સુપ્રીમ કોર્ટ ચુકાદો ફરમાવશે.

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ જ્યાં સુધી આરોપી ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ છે. તેને ચૂંટણી લડતો રોકી શકાય નહીં.કાયદા બનાવવાનું કામ સરકારનું છે.કોર્ટનું કામ તેનો અમલ કરાવવાનું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં 34 ટકા સાંસદો દાગી છે.જેમના ઉપર જુદા જુદા આરોપોસર કોર્ટમાં કેસ ચાલુ છે.

(8:31 pm IST)