Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ઇશા અને શ્‍લોક નીતા અંબાણી સાથે ઇટલીના ચર્ચમાં જતા મોટી સંખ્‍યામાં લોકો જોવા ઉમટ્યા

ઈશા અંબાણીની સગાઈ 23 સપ્ટેમ્બરે લેક કોમોમાં સંપન્ન થઈ છે. સમારોહ માટે અંબાણી પરિવાર ઈટલી પહોંચ્યો હતો. ઈટલીથી અંબાણી પરિવારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં નીતા અંબાણીને દીકરી ઈશા સાથે ચર્ચમાં જતા જોઈ શકાય છે.

વીડિયોમાં પહેલા સિક્યોરિટી સાથે નીતા અંબાણીને ચર્ચામાં પ્રવેશતા જોઈ શકાય છે. ત્યાર બાદ ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને અન્ય ફ્રેંડ્સ સાથે જોવા મળે છે. ઈશા, નીતા અને શ્લોકા વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળ્યા. નીતા અંબાણી વનપીસ ડ્રેસમાં ખૂબસુરત લાગતા હતા.

અંબાણી પરિવારની ચર્ચમાં એન્ટ્રી જોવા માટે ઈટલીના લેક કોમો શહેરમાં સ્થાનિકોની ભીડ ઉમટી હતી. ચર્ચની બહાર રહેલા લોકો અંબાણી પરિવારને કેમેરામાં કેદ કરવાનું ચૂક્યા. લેક કોમોના લોકોએ પહેલીવાર અંબાણી પરિવારનો શાહી ઠાઠ જોયો. જણાવી દઈએ કે, ત્રણ દિવસ ચાલેલી ઈશાની એન્ગેજમેન્ટ સેરેમનીના બધા ફંક્શન લેક કોમામાં આયોજિત હતા.

સગાઈ સેરેમનીમાં ઘણી હસ્તીઓ સામેલ થઈ. બોલિવુડ એક્ટર આમિર ખાન, કિરણ રાવ, કરણ જોહર, જ્હાન્વી કપૂર, પ્રિયંકા ચોપરા, નિક જોનસ, અનિલ કપૂર, મનીષ મલ્હોત્રા, સોનમ કપૂર, આનંદ આહુજા, જૂહી ચાવલા જેવી સેલિબ્રિટી હાજર રહી. ઈશા-આનંદની સગાઈમાં ફેમસ અમેરિકન સિંગર જોન લેંડસે પણ લાઈવ પરફોર્મંસ આપ્યું.

(12:00 am IST)