Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

આગામી વર્ષોમાં ભારતને હાઇસ્‍પીડ ઇન્‍ટરનેટ સુવિધા મળશેઃ ૩ સેટેલાઇટ લોન્‍ચ થતા ૧૦૦ જીબીપીઅેસથી વધુ સ્‍પીડ મળશેઃ ઇસરોના ચેરમેનનો દાવો

હૈદરાબાદ: નવમા ગીતમ (ડિમ્ડ યુનિવર્સિટી) કોન્વોકેશનમાં ઈસરોના ચેરમેને કહ્યું કે, “આવતા વર્ષના અંત પહેલા 3 GSAT સેટેલાઈટ લોન્ચ થતાં આગામી થોડા વર્ષોમાં ભારતમાં 100 gbpsની હાઈબેન્ડવિથ કનેક્ટિવિટી મળશે. સૌથી વધુ ઈન્ટરનેટ વાપરતો ભારત વિશ્વનો બીજો દેશ છે. આપણી ઈન્ટરનેટ સ્પીડ વિશ્વમાં 76મા ક્રમે છે. ઈસરોએ GSAT-19 જૂન 2017માં લોન્ચ કર્યો. વર્ષે ઈસરો GSAT-11 અને GSAT-29 લોન્ચ કરશે. આવતા વર્ષની શરૂઆતમાં GSAT-20 લોન્ચ કરશે. બધા હાઈસ્પીડ સેટેલાઈટ છે અને આની મદદથી દેશમાં 100gbpsથી વધુ ઈંટરનેટ સ્પીડ મળશે.”

ગીતમની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, ઈસરોના ચેરમેન ડૉ. કે. સિવાનને કોન્વોકેશનમાં ડૉક્ટર ઓફ સાયન્સની માનદ ડિગ્રી આપવામાં આવી. શનિવારે યોજાયેલા કોન્વોકેશનમાં ઈસરો ચેરમેને માહિતી આપી કે, આગામી 4 વર્ષમાં 30 PSLV 10 અને GSLV Mk-3 લોન્ચ કરવા માટે ભારત સરકારે 10,900 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. સરકાર સ્પેસ રિસર્ચ પર વધારે રૂપિયા ખર્ચ કરી રહી છે ત્યારે ઈસરો ઉદ્યોગો અને શિક્ષણ ક્ષેત્રે જોડાણ કરવા માગે છે.

ડૉ. કે. સિવાને વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં કહ્યું કે, “સ્વદેશી વિમાનો બનાવવામાં ઘણી તકો છે. માટે ઈસરો ફક્ત ઉદ્યોગો સાથે નહિ પણ સ્ટાર્ટ અપ સાથે પણ જોડાવા માગે છે. ઈસરોએ તાજેતરમાં કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ ઓફિસ શરૂ કરી છે જેથી શિક્ષણ ક્ષેત્રો અને ઉદ્યોગોની સ્પેસ સેક્ટરમાં ભાગીદારી વધે.”

કોન્વોકેશન દરમિયાન 3 પીએચડીની ડિગ્રી અને 1,017 ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સને ડિગ્રી આપવામાં આવી છે. ગીતમ એચબીએસના અસોસિએટ પ્રોફેસર અને મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ કે. મારુથિ પ્રસાદને બેસ્ટ રિસર્ચરનો અવોર્ડ આપવામાં આવ્યો.

(12:00 am IST)