Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

૨૨ ભ્રાષ્‍ટ અધિકારીઓને એક ઝાટકે નોકરીમાંથી કાઢી મુકયા

મોદી સરકાર ‘સ્‍વચ્‍છતા અભિયાન':કસ્‍ટમ;ભ્રષ્‍ટાચાર કરવેશ કેસમાં થઇ કડક કાર્યવાહી

નરેન્‍દ્ર મોદી સરકાર ૨.૦માં સરકારી વિભાગોની સફાઈ એટલે કે ભ્રષ્ટાચાર, કરવેરા અને કસ્‍ટમ કેસમાં આરોપી ઓફિસરોને કાઢી મૂકવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીમાં કસ્‍ટમ અને કરવેરા વિભાગ(CBIC)ના ૨૦થી વધારે સીનિયર અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે.

ન્‍યૂઝ એજન્‍સી એએનઆઈના આધારે (CBIC)ના ૨૨ વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્‍યા છે. જે ૨૨ અધિકારીઓને રિટાયર કરવામાં આવ્‍યા છે તે દરેક સુપ્રીટેન્‍ડન્‍ટ અને એ.ઓ રેન્‍કના રેંકના હતા. આ નિર્ણય મૂળભૂત નિયમો ૫૬(J)ના આધારે લેવામાં આવ્‍યો હતો.

આ પહેલી વાર નથી થતું કે જયારે ભ્રષ્ટાચારમાં ફસાયેલા કસ્‍ટમ અને કરવેરા વિભાગના અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્‍યા છે. આ પહેલા જૂનમાં ૧૫ અધિકારીઓને કાઢી મૂકવામાં આવ્‍યા હતા. આ અધિકારી CBIC ના મુખ્‍ય કમિશ્નર, કમિશ્નર અને નાયબ કમિશ્નર રેન્‍કમાં હતા. તેમાંના મોટાભાગનાની વિરુદ્ધ ભ્રષ્ટાચાર, દ્યૂસણખોરીના આરોપ છે. જયારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કાર્યભાર સંભાળતાની સાથે ટેક્‍સ વિભાગના ૧૨ વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત રિટાયર કર્યા હતા. એટલે કે હાલ સુધી કુલ ૪૯ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્‍યા છે.

(1:16 pm IST)