Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

મનમોહનસિંહ પાસે નહીં રહે SPGસુરક્ષા

માત્ર z+ સુરક્ષા જ રહેશે

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવવામાં આવશે. અને તેમને માત્ર ઝેડ પ્‍લસ સુરક્ષા જ મળશે. જો કે આ અંગેનો આખરી નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. જો પૂર્વ પીએમની એસપીજી સુરક્ષા હટાવવામાં આવશે તો આ સુરક્ષા માત્ર પીએમ મોદી, કોંગ્રેસ અધ્‍યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પાસે જ હશે.

આ પહેલાં પણ કેન્‍દ્ર સરકારે કેટલાંક સાંસદોની સુરક્ષા દ્યટાડવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ૧૩૦૦માં વધુ કમાન્‍ડો આ પ્રકારની ડ્‍યૂટીથી મુક્‍ત થયા હતા. ગૃહ મંત્રાલયે ૩૫૦ વીઆઈપી સુરક્ષા વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી હતી. જે બાદ સીઆરપીએફ, સીઆઈએસએફ, એનએસજી અને દિલ્‍હી પોલીસને કમાન્‍ડોના આ કાર્યમાંથી મુક્‍ત કરવામાં આવ્‍યા હતા.

આ પહેલાં ગૃહ મંત્રાલયે લાલુપ્રસાદ યાદવ, બીએસપી સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા, યુપી બીજેપીના નેતા સંગીત સોમ, ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી, યુપી સરકારના મંત્રી સુરેશ રાણા અને એલજેપી સાંસદ ચિરાગ પાસવાન, તેમજ પૂર્વ સાંસદ પપ્‍પુ યાદવ સહિત અનેક મોટા નેતાઓને સુરક્ષા કવરની સમીક્ષા કરીને સિક્‍યોરિટી દ્યટાડવામાં આવી હતી.

(1:18 pm IST)