Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

આજે યોજાનાર G-7ની સત્તાવાર બેઠકમાં ભાગ લેશે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે અત્યારે ફ્રાન્સમાં છે. ત્રણ દેશોની મુલાકાત પર નીકળેલા વડાપ્રધાનનો આખરી પડાવ છે. સોમવારના રોજ એટલે કે આજે યોજાનારી મુલાકાતોની વચ્ચે વડાપ્રધાનનું શેડ્યુલ ખૂબ ટાઇટ છે. રવિવાર સાંજે વડાપ્રધાન ત્યાં પહોંચ્યા તો કેટલાંય દેશોના પ્રમુખો તેનું જોરદાર સ્વાગત કર્યું. જે ગ્રૂપનું ભારત પાક્કું મેમ્બર નથી, તે પ્રમુખનું રીતે ઉષ્માભેર સ્વાગત ખરેખર જોવાલાયક હતું.

વાત એમ છે કે આજે G-7ની સત્તાવાર બેઠક યોજાવાની છે. સોમવારના રોજ વડાપ્રધાન પણ બેઠકોમાં ભાગ લેવાના છે, સાથો સાથ કેટલાંય દેશોના પ્રમુખ સાથે દ્વિપક્ષીય વાર્તા પણ થવાની છે. આની પહેલાં તમામ પ્રમુખોની વચ્ચે ઇન્ફોર્મલ બેઠક અને ફોટો સેશન પણ થયું.

દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે મુલાકાત કરી, તસવીરોમાં બંને નેતાઓની સાથે મોદીની મુલાકાત દેખવા જેવી હતી.

આપને જણાવી દઇએ કે દરેક લોકોની નજર G-7 પર રહેશે, કારણ કે બેઠકની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થવાની છે. બંને નેતા કેટલાંય મુદ્દા પર દ્વિપક્ષીય વાર્તા કરશે. હાલ જમ્મુ-કાશ્મીરના મુદ્દાની ઘણી ચર્ચાઓ છે, ચીન-અમેરિકાનું ટ્રેડ વોર ચાલી રહ્યું છે અને તેની સાથે અફઘાનિસ્તાનનો મુદ્દો પણ છે. એવામાં ટ્રમ્પ-મોદીની મુલાકાત ખૂબ અગત્યની છે.

રવિવારના રોજ જ્યારે વડાપ્રધાન પહોંચ્યા તો તેમણે સૌથી પહેલાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉનસન સાથે મુલાકાત કરી, બંને નેતાઓની વચ્ચે બોરિસના પીએમ બન્યા બાદ પહેલી મુલાકાત હતી.

આપને જણાવી દઇએ કે વખતે G-7નું આયોજન ફ્રાન્સના બિઆરિટ્ઝ શહેરમાં યોજાયું છે. વખતે કલાઇમેટ ચેન્જ, ટ્રેડ , અમેઝોનની આગ સહિતના કેટલાંય એવા મુદા પર વાત થવાની છે જે દુનિયાભરમાં ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે G-7ના મુખ્ય સભ્ય કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, બ્રિટન, અને અમેરિકા છે. પરંતુ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ આમંત્રિત કર્યા છે.

(1:17 pm IST)