Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

અરુણ જેટલીના વ્યક્તિત્વના કિસ્સા

તમામ કુશળતા છતાં જેટલી યારોના યાર હતા : સુનિલ દત્તની પડોશન ફિલ્મ ૫૦ વખત નિહાળી હતી

નવી દિલ્હી, તા. ૨૫ : પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલી રાજનીતિ, વકીલાત, ખેલ અને સામાજિક જીવનની તમામ યાદોને છોડીને આજે પંચતત્વમાં વિલિન થઇ ગયા હતા. નિગમબોધ ઘાટ ખાતે બપોરે ૩ વાગે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અરુણ જેટલી વિરાસત છોડીને જતા રહ્યા છે. અરુણ જેટલી અંગે અનેક રોચક કિસ્સાઓ રહેલા છે. તેમના રોચક કિસ્સાઓની ચર્ચા હંમેશા રહેશે.

*    અરુણ જેટલી એટલા ઉદાર હતા કે, કર્મચારીઓના પુત્રોને એજ સ્કુલમાં ભણાવ્યા હતા જ્યાં તેમના બાળકોએ અભ્યાસ કર્યો હતો

*    એક વખતે સ્ટાફના પુત્રએ સારા નંબરથી પરીક્ષા પાસ કરી ત્યારે જેટલીએ ગિફ્ટમાં કાર આપી હતી

*    બાળકોને પોકેટ મની પણ ચેકથી આપતા હતા

*    જેટલી યારોના યાર હતા. કારણ કે, વિપક્ષી દળના નેતા સાથે પણ તેમની મજબૂત મિત્રતા હતી

*    જીએસટી પર સંસદમાં ચર્ચા વેળા જેટલી ઓફિસ પહોંચતા હતા ત્યારે કોંગ્રેસના તેમના મિત્ર આનંદ શર્મા ખુશ થઇ જતાં હતા

*    સંસદમાં ચર્ચાને ખુબ મહત્વ આપતા હતા અને એક મુદ્દા પર રાજ્યસભામાં ચર્ચા માટે પુસ્તકો પર ૩૫૦૦૦ રૂપિયા ખર્ચ કરી દીધા હતા

*    પ્રતિષ્ઠિત વકીલ, કેબિનેટમાં જુદા જુદા મંત્રાલયોની જવાબદારી સંભાળી ચુકેલા જેટલીને કાર ચલાવતા આવડતી ન હતી. તેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હતું

*    કિશોર કુમાર, સાયરાબાનુ અને સુનિલ દત્ત અભિનિત પડોશન તેમની ફેવરિટ ફિલ્મ હતી અને આ ફિલ્મ ૫૦ વખત જોઈ હતી

*    દેવાઆનંદના મોટા ચાહક હતા અને દેવઆનંદને મળ્યા બાદ પોતાની ઓફિસમાં દેવાઆનંદનો ફોટો લગાવ્યો હતો

*    જેટલીને ઘડિયાળો, પેન અને જુદાજુદા સોલનો રસ હતો. જેટલી મો બ્લા પેનના શોખીન હતા

*    આરોગ્યને ધ્યાનમાં લઇને તબીબોએ ખાવા-પીવાની ચીજવસ્તુઓ ઉપર સાવચેતી રાખવા જેટલીને સલાહ આપી હતી. વિમાનમાં પણ ઘરથી બનેલી ચીજવસ્તુઓ જ લઇ જતાં હતા

*    યુવા સમયમાં મ્યુઝિક બેન્ડ બીટલ્સના જ્હોન લેનનની સ્ટાઇલમાં ચશ્મા પહેરતા હતા

*    લોકપ્રિયતાના કારણે વાજપેયીએ તેમને ૧૯૭૭માં લોકસભા ચૂંટણીમાં ઉતારવા ઇચ્છુક હતા પરંતુ જરૂરી વયથી એક વર્ષ ઓછી વય હોવાના કારણે ચૂંટણી લડી શક્યા ન હતા

(12:00 am IST)