Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ફ્રેશ-પોસ્ટ ગ્રેજ્યુએટની માંગ વધી : પ્લેસમેન્ટમાં તીવ્ર તેજી

મહાકાય કંપનીઓ મોટાપાયે ભરતી કરવા તૈયાર : સિટીગ્રુપ, તાતા સ્ટીલ, વેદાંતા, ડાબર અને ફિલિપ્સ જેવી મોટી કંપનીઓ ટોપની સંસ્થાઓમાંથી સીધી ભરતી કરશે

મુંબઈ, તા. ૨૫ : દેશની અનેક આઈઆઈટી, આઈઆઈએમ અને એનઆઈટીમાં આ પ્લેસમેન્ટ સિઝનમાં ફ્રેશ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની માંગમાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. સિટિગ્રુપ, તાતા સ્ટીલ, વેદાંતા, ડાબર અને ફિલિપ્સ જેવી કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે, અમે કેમ્પસથી બાળકોની ભરતીને લઇને વિચારી રહ્યા છે. આઈઆઈએમ અમદાવાદમાં પ્લેસમેન્ટ હેડનું કહેવું છે કે, પ્લેસમેન્ટ માટે આવેલી કંપનીઓનું કહેવું છે કે, તે કેમ્પસથી બાળકોની ભરતીને લઇને વધારવા ઉપર વિચારી રહી છે. ઇન્ડસ્ટ્રી અને એચઆરના નિષ્ણાતોનું કહેવું છે કે, ટેકનિકલ સાથે જોડાયેલા લોકોની માંગ વધારે દેખાઈ રહી છે. કેટલીક કંપનીઓને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે તેમની જરૂર દેખાઈ રહી છે.

          તાતા સ્ટીલની યોજના છે કે, આ વર્ષે ૧૦૦ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અને ૭૦ મેનેજમેન્ટ પોસ્ટગ્રેજ્યુએટની ભરતી કરવામાં આવશે. આવી જ રીતે મહાકાય કંપની ફિલિપ્સ પણ ૨૫૦ વિદ્યાર્થીઓની સીધીરીતે ભરતી કરવાની યોજના ધરાવે છે. મોટાભાગની સંસ્થાઓમાં ફરીએકવાર ફ્રેશ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની માંગમાં વધારો થઇ રહ્યો છે જેથી રોજગારીને લઇને ફરી એકવાર ગુલાબી ચિત્ર ઉપસી આવે તેવી શક્યતા છે. પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને તક મળી શકે છે. કુશળ વિદ્યાર્થીઓને ખુબ સારા પગારની ઓફર મળી શકે છે. ટેકનિકલ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓની માંગ વધારે જોવા મળી રહી છે. કંપનીઓ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે આગળ વધી રહી છે. આ પ્રક્રિયા લાંબા સમય સુધી જારી રહી શકે છે. કેમ્પસ પ્લેસમેન્ટમાં તેજી આવતા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ  કેમ્પસ પ્લેસમેન્ટને લઇને વધારે સાવધાન બની ગયા છે.

(12:00 am IST)