Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અમેરિકી વિદેશ મંત્રીનો ઘેરાવ કરી શકે ખેડૂતો: દિલ્હી પોલીસને આશંકા :એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો

પોલીસે આઈજીઆઈ એરપોર્ટની સુરક્ષા પહેલા જ કડક કરી :પોલીસકર્મીઓને અલગથી તૈનાત કર્યા

નવી દિલ્હી :દિલ્હી પોલીસે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (આઈજીઆઈ) ની સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા વધારે કરી છે. પોલીસને આશંકા છે કે કૃષિ કાયદાને કારણે આઠ મહિનાથી આંદોલન કરી રહેલા વિવિધ ખેડૂત સંગઠનો અમેરિકાથી આવતા વિદેશી પ્રતિનિધિઓનો ઘેરાવ કરી શકે છે.

 

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કનની ભારત મુલાકાત શરૂ થવા જઇ રહી છે. બ્લિંકન 27-28 જુલાઇ દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તેમની સાથે અમેરિકાથી બીજા લોકો પણ ભારત આવશે. તે દરમિયાન, ખેડૂત સંગઠનોએ કોઈ અનિચ્છનિય ઘટના ન કરીદે, તેના કારણે દિલ્હી પોલીસ સંપૂર્ણ સજાગ થઈ ગઈ છે. પોલીસે આઈજીઆઈ એરપોર્ટની સુરક્ષા પહેલા જ કડક કરી દીધી છે.

અગાઉ આઈજીઆઈ એરપોર્ટ પર દિલ્હી પોલીસની જે સુરક્ષા હતી તે હવે વધારી દેવામાં આવી છે. પોલીસે પોલીસકર્મીઓને અલગથી તૈનાત કર્યા છે. તે જાણીતું છે કે યુએસના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગયા વર્ષે ભારતની મુલાકાત લીધી હતી. તે જ સમયે, રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં CAAના વિરોધમાં વિવિધ સ્થળોએ હિંસક રમખાણો થયા હતા. આ રમખાણોમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો

(9:15 pm IST)