Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ

સમયસર મેઘરાજાની પધરામણીથી પાકને ફાયદોઃ શનીવારથી શરૂ થયેલ મેઘમહેર આજે ત્રીજે દિ' યથાવતઃ જાફરાબાદ-કોડીનારમાં ૧ ઇંચ

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનીવારથી શરૂ થયેલ મેઘમહેર આજે સતત ત્રીજા દિવસે યથાવત છે. અને સર્વત્ર ધોધમાર વરસાદ વરસતા પાણી-પાણી થઇ ગયું છે. વાવણી બાદ અનેક વિસ્તારોમાં વરસાદની ખાસ જરૂર હતી. તેવા સમયે જ માંગ્યા મેહ વરસતા પાકને ફાયદો થશે.

ઘણા સમયથી સાર્વત્રિક વરસાદની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે જ સર્વત્ર વરસાદ વરસ્યો છે.

ગઇકાલ સવારથી મેઘરાજાનું જોર વધ્યુ હતું અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે આજે પણ અનેક જગ્યાએ વરસાદી માહોલ સાથે હળવો ભારે વરસી રહ્યો છે.

ગઇકાલે રાત્રીના મોરબીમાં ૩ ઇંચ, આજે સવારે જુનાગઢ જીલ્લાના માળીયાહાટીનામાં ર ઇંચ તથા કોડીનાર - જાફરાબાદમાં એક ઇંચ વરસાદ પડયો છે.

આજે પણ વરસાદી માહોલ યથાવત છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જીલ્લામાં અડધાથી સવા ઇંચ વરસાદ પડયો છે. પાલીતાણામાં સવા ઇંચ, વલ્લભીપુર અને ઉમરાળામાં એક - એક ઇંચ વરસાદ અને ઘોઘા તથા ગારીયાધાર પંથકમાં અર્ધો-અર્ધો ઇંચ વરસાદ પડયો છે. ગોહીલવાડ પંથકમાં મેઘરાજા ધીમી ધારે કાચુ સોનુ વરસાવી રહ્યા છે. વાવણીને લાયક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી વળી છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે.

પ્રભાસ પાટણ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ : સોમનાથ પંથકમાં સવારનાં ૬ કલાકથી ધીમી ધારે વરસાદ શરૂ થયેલ હતો અને દિવસભર ધીમી ધારે ચાલુ રહેલ હતો અને સાંજ સુધીમાં ૩ ઇંચ વરસાદ વરસેલ હતો ગ્રામ્ય વિસ્તારમાં મગફળીને અત્યારે ખાસ વરસાદની જરૂરત હતી અને તેવા સમયે વરસાદ વરસતા ખેતીમાં પાકો ઉપર કાચુ સોનું વરસેલ અને ખેડૂતો આનંદમાં આવી ગયેલ છે.

વડિયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા : બપોર બાદ વડિયાના વાતાવરણ માં પલટો આવતા વરસાદી માહોલ છવાયો હતો. અને ધીમીધારે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે ખેડૂતોની અપેક્ષા જેટલો વરસાદ આવ્યોના હોવાથી પાકને સામાન્ય ટેકા રૂપી વરસાદ નોંધાયો છે. પરંતુ ખેડૂતોનો પાકને ભારે વરસાદની જરૂરિયાત હોય ત્યારે એક પૂર લાયક વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. જોકે વરસાદી માહોલ બંધાતા ખેડૂતોને ભારે વરસાદની આશા બંધાઈ છે.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ગોરંભાયા બાદ વાતાવરણ પલટાયું હતુ. અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.ચોટીલામાં લાંબા વિરામ બાદ ફરીથી મેદ્યરાજા મહેરબાન થયા હતા. જેમાં ચોટીલાના ઝરીયા મહાદેવમાં હિલોળા લેતા વહેતા પાણીથી સર્જાયુ અદભૂત દ્રશ્ય સર્જાયું હતુ.

જગતના તાત માટે આ કાચા સોના સમાન વરસાદથી ખેડૂતોના ખેતરોમાં વાવેલા ઉભી મુરઝાતી મોલાતને વરસાદથી જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. ચોટીલા પથંકમાં અસહ્ય બફારા બાદ વરસાદની હેલીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જયારે લાંબા વિરામ બાદ ચોટીલા પથંકમાં ખાબકેલા વરસાદમાં નાના નાના ભુલકાઓએ ન્હાવાનો આનંદ માળ્યો હતો.

ઉપલેટા

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા : ઉપલેટા શહેરમાં સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જે થોડી વારમાં કાળા ડિબાંગ વાદળો સહિત બપોરના બાર વાગ્યા સુધીમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો અને તાલુકાના ગામડાઓમાં સરેરાશ ત્રણથી ચાર જ તેમજ તાલુકાના લાઠ ગામે પાંચ ઇંચ વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે ત્યારે અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે ઝઝૂમી રહેલ સમગ્ર જીવ સૃષ્ટિને આજે સવારથી જ જાણે રાહત મળી હોય તેમ વરસાદ ની મોજ માણવા બહાર નીકળી પડ્યા હતા

ઉપરોકત બાબત અંગે ઉપલેટા શહેરમાં શરૂ થયેલા વરસાદના પગલે થોડીવારમાં શહેરના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા ટાઈમ સર વરસાદ થઇ જતા ખેતપેદાશો પણ ફરીથી લહેરાવા લાગી હતી ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ પર્વત પર મેદ્યરાજા મહેરબાન થતાં ચારે બાજુથી વરસાદી પાણીના ધોધ ચાલુ થઈ ગયેલ હતા અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી ઉપલેટા તાલુકામાં આવેલ મોજ અને વેણુ ડેમ ઉપર વરસાદ પડ્યાના સમાચાર છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ :  આટકોટમા અડધો ઈચ વરસાદ પડ્યો હતો ખેડૂતો વરસાદની કાગ ડોળે વાટ જોઈ રહ્યા હતા ત્યારે કાલે બપોરે મેધ સવારી આવી પહોચી હતી ધીમી ધારે અડધો ઈચ રાત્રે પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો મોલ પર વરસાદની જરૂર મુજબ વરસાદ પડ્યો હતો પણ હજુય ધોધમાર વરસાદ પડે નદી નાળાંઓ છલકાઈ જાય તેવી લોકો પાથના કરી રહ્યા છે હજુય નદી નાળાંમા પાણી આવ્યું ન હતું. અડધો ઈચ વરસાદ પડ્યો હતો આખી રાત ધીમી ધારે વરસાદ ચાલું રહયો હતો.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

રાજકોટ

ઉપલેટા ૭ર મી.મી.

કોટડાસાંગાણી૯પ મી.મી.

ગોંડલ  ૪૬ મી.મી.

જેતપુર ૧ર મી.મી.

જસદણ ૧૪ મી.મી.

જામકંડોરણા    ૩૯ મી.મી.

ધોરાજી ૯૩ મી.મી.

પડધરી રર મી.મી.

રાજકોટ ૧૦૮ મી.મી.

લોધીકા ૧૯૮ મી.મી.

વિંછીયા રર મી.મી.

જામનગર

કાલાવડ        ૧પ૩ મી.મી.

જામજોધપુર    ૩૭ મી.મી.

જામનગર      રપ મી.મી.

જોડીયા ૩૪ મી.મી.

ધ્રોલ    ૩પ મી.મી.

લાલપુર        ૧૦ મી.મી.

જુનાગઢ

કેશોદ  ૭પ મી.મી.

જુનાગઢ        ૧૧૩ મી.મી.

ભેંસાણ  પર મી.મી.

મેંદરડા ૮૦ મી.મી.

માંગરોળ       પર મી.મી.

માણાવદર      ૧૩૪ મી.મી.

માળીયાહાટીના૮૯ મી.મી.

વંથલી  ૧૧૭ મી.મી.

વિસાવદર      ૭૩ મી.મી.

પોરબંદર

પોરબંદર       ૧૯ મી. મી.

રાણાવાવ       ૬પ મી.મી.

કુતિયાણા       ૧ર૯ મી.મી.

ગીર સોમનાથ

ઉના    ર૬ મી.મી.

કોડીનાર        ૯ર મી.મી.

ગીરગઢડા      ર૦ મી.મી.

તાલાલા        ૬૪ મી.મી.

વેરાવળ        ૧૦૦ મી.મી.

સુત્રાપાડા       ૧૧૦ મી.મી.

મોરબી

ટંકારા  ૭૧ મી.મી.

માળીયામિંયાણા૧ર મી.મી.

મોરબી ૭૬ મી.મી.

વાંકાનેર        ૪૬ મી.મી.

હળવદ ૩ મી.મી.

સુરેન્દ્રનગર

ચોટીલા ૬૩ મી.મી.

ચુડા    ૩૪ મી.મી.

પાટડી  ૩૦ મી.મી.

ધ્રાંગધ્રા ર૮ મી.મી.

થાનગઢ        ર૮ મી. મી.

લખતર ૩ મી.મી.

લીંબડી ૬ મી.મી.

સાયલા ૧૩ મી.મી.

વઢવાણ        ૯ મી.મી.

મુળી    ૭ મી.મી.

અમરેલી

અમરેલી        ૯ મી.મી.

ખાંભા   ૭ મી.મી.

જાફરાબાદ      ૩૦ મી.મી.

ધારી   ર૩ મી.મી.

બગસરા        ૧૯ મી.મી.

બાબરા ૧ર મી.મી.

રાજુલા ૧૪ મી.મી.

લાઠી   ૯ મી.મી.

લીલીયા        ૧ મી.મી.

વડીયા  ૧૩ મી.મી.

સાવરકુંડલા     ૧૪ મી.મી.

કચ્છ

અંજાર  ૬ મી.મી.

ગાંધીધામ       ૧૧ મી.મી.

ભચાઉ  ર૬ મી.મી.

રાપર   રર મી.મી.

માંડવી  ૧ મી.મી.

ભાવનગર

ઉમરાળા        ર૧ મી.મી.

ગારીયાધાર     ૯ મી.મી.

ઘોઘા   ૧૦ મી.મી.

જેશર   ૧ મી.મી.

તળાજા ર મી.મી.

પાલીતાણા      ૩૧ મી.મી.

ભાવનગર      ૧૦ મી.મી.

વલ્લભીપુર     ર૩ મી.મી.

શિહોર  ૬  મી.મી.

દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર      પ  મી.મી.

ખંભાળીયા      પ  મી.મી.

દ્વારકા  ૪  મી.મી.

ભાણવડ        ૧૭  મી.મી.

બોટાદ

ગઢડા  પ  મી.મી.

બોટાદ  ૬  મી.મી.

રાણપુર પ  મી.મી.

(11:06 am IST)