Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

લદ્દાખની વિવાદિત જગ્યા હોટ સ્પિંગ ગોગરામાંથી ચીની સેના પાછળ હટી જતા રાહત

ટોચના સૈન્ય કમાન્ડરો વચ્ચે નવેસરથી બેઠક યોજવાની શકયતા

નવી દિલ્હી: ભારત અને ચીન પૂર્વ લદાખના પેન્ગોંગ ત્સો વિસ્તારમાંથી ચીની સૈનિકોની વાપસી માટેની રીત નક્કી કરવા માટે આગામી સપ્તાહે ઉચ્ચસ્તરીય બેઠક કરી શકે છે. સરકારી સૂત્રોએ શનિવારે આ હેતુ અંગે જાણકારી આપી. વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બહાલ કરવાના લક્ષ્યથી પૂર્વ લદાખમાં સંઘર્ષવાળી જગ્યાથી સેનાઓની વાપસીને લઈને અત્યાર સુધીમાં બંને દેશોની સેનાઓના ટોચના સૈન્ય કમાન્ડરો વચ્ચે ચાર તબક્કાની બેઠક થઈ ચૂકી છે.

સૂત્રોએ જણાવ્યું કે સૈન્ય અને રાજનયિક સ્તર પર હાલ ચાલી રહેલી વાર્તાના પરિણામ સ્વરૂપે પૂર્વ લદાખના પેટ્રોલિંગ પોઈન્ટ 14(ગલવાન એરિયા) અને 17એ (હોટસ્પ્રિંગ/ગોગરા)થી સેનાઓ સંપૂર્ણ રીતે પોત પોતાની જગ્યાએ પાછી ફરી ગઈ છે. સૂત્રએ જણાવ્યું કે પેન્ગોંગ ત્સોવાળા વિસ્તારમાંથી સેનાઓની સંપૂર્ણ વાપસીની રીત નક્કી કરવા માટે આગામી સપ્તાહે સેનાના ટોચના કમાન્ડરોની બેઠક થવાની શક્યતા છે."

ઘટનાક્રમની જાણકારી રાખનારા લોકોનું કહેવું છે કે ગલવાન ખીણ અને કેટલાક અન્ય સ્થળોએ, કે જ્યાં સંઘર્ષ થયો હતો ત્યાથી ચીનની સેના પાછી ફરી ચૂકી છે પરંતુ પેન્ગોંગ ત્સો વિસ્તારમાં ફિંગર-5થી આઠ સુધીના વિસ્તારમાં ચીની સૈનિકોની વાપસી એ રીતે નથી થઈ રહી જે રીતે ભારતે માંગણી કરી હતી.

(12:09 pm IST)