Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ચંદીગઢમાં આઈએએસ અધિકારી સંજય પોપલીના દિકરા પર ગોળબાર : સંજય પોપલીએ પોલીસ પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો

કાર્તિક પોપલીની પોલીસે ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડ કરી હતી. પોપલીના પાડોશમાં રહેતા એક શખ્સે જણાવ્યુ કે પોલીસની ટીમ ઘટનાની તપાસ માટે આરોપીના ઘરે આવી હતી આ દરમિયાન આ ઘટના થઈ

ચંદીગઢ : ચંદીગઢમાં એક આઈએએસ અધિકારીના પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી. મૃતકની ઓળખ કાર્તિક પોપલી તરીકે કરવામાં આવી છે. તેઓ આઈએએસ અધિકારી સંજય પોપલીના દિકરા હતા. આ સમગ્ર મામલે સંજય પોપલીએ પોલીસ પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે પોલીસે તેમના પુત્રને તેમની આંખોની સામે ગોળી મારી છે. જ્યારે પોલીસ આ સમગ્ર ઘટનાને આત્મહત્યા ગણાવી રહી છે.

કાર્તિક પોપલીની પોલીસે ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડ કરી હતી. પોપલીના પાડોશમાં રહેતા એક શખ્સે જણાવ્યુ કે પોલીસની ટીમ ઘટનાની તપાસ માટે આરોપીના ઘરે આવી હતી. આ દરમિયાન આ ઘટના થઈ. જોકે, તપાસ અધિકારીઓનુ કહેવુ છે કે આ ઘટના તે સમયે થઈ જ્યારે તેઓ પોપલીના ઘરે તપાસ કરીને પાછા ફરી ચૂક્યા હતા. આ સમગ્ર મામલે સંજય પોપલીએ તપાસ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે પોલીસે મારા પુત્રને મારા સામે ઉભો રાખીને ગોળી મારી છે. હુ આનો સાક્ષી છુ.

ચંદીગઢ પોલીસનુ કહેવુ છે કે સંજય પોપલીના ઘરેથી 12 કિલો સોનુ જપ્ત થયુ છે. એક કિલોની નવ સોનાની ઈંટ, 49 સોનાના બિસ્કિટ, 12 સોનાના સિક્કા તેમના ઘરેથી મળ્યા છે. ત્રણ કિલો ચાંદીની ઈંટો પણ મળી છે. એક સ્ટોર રૂમમાં છુપાઈને રાખવામાં આવેલા તમામ ફોન પણ મળ્યા છે. પોલીસ અધિકારીનુ કહેવુ છે કે બેગને કબ્જામાં લીધા દરમિયાન કાર્તિકે પોતાને ગોળી મારી દીધી. પોલીસે કહ્યુ, 4 આઈફોન, સેમસંગ ફોલ્ડર ફોન, સ્માર્ટવોચ અને અન્ય સામાનની એક લેધર બેગને જપ્ત કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી દરમિયાન કાર્તિકે પોતાને ગોળી મારી દીધી. પંજાબ વિજિલન્સ બ્યુરોએ સોમવારે સાંજે આઈએએસ અધિકારી સંજય પોપલી અને તેમના એક સહયોગીને નવાંશહરમાં સીવરેજ પાઈપ નાખવાના ટેન્ડરને મંજૂરી આપવા માટે કથિતરીતે એક ટકા લાંચ માગવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. જે બાદ આજે પણ ટીમ તેમના આવાસ પર પહોંચી હતી. આ દરમિયાન આ ઘટના થઈ છે. આ ઘટના બાદથી સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે.

(4:54 pm IST)