Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

બિહારના પટનામાં અંધાધૂંધ ૬ ઇંચ વરસાદ પડ્યો :બિહાર વિધાનસભા પરિસર અને નાયબ મુખ્યમંત્રી રેનુ દેવીના નિવાસસ્થાન સહિત પટનાના અનેક ભાગોમાં પાણીમાં ભરાયા

બિહારના પટનામાં અંધાધૂંધ ૬ ઇંચ વરસાદ પડ્યો છે છેલ્લા ૨૪ કલાકમાં બિહારના પાટનગર પટણામાં ૧૪૧ મીલીમીટર એટલે કે છ ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા એક ડાયકનો એક દિવસમાં પડેલો આ રેકર્ડબ્રેક વરસાદ ગણવામાં આવે છે.  જૂન ૧૯૯૭માં પટણામાં ૨૦૫ મિલીમીટર એટલે કે આઠ ઇંચથી વધુ વરસાદ પડયો હતો જે આજ સુધીનો એજ દિવસમાં પડેલ વરસાદનો રેકોર્ડ છે

ડેપ્યુટી સીએમ રેણુ દેવીના મકાન સહિત શહેરના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે.

આજે શનિવારે બિહારના પટનામાં મોટા પ્રમાણમાં પાણી ભરાયાની માહિતી મળી છે.  દર ચોમાસાની જેમ રાજ્યના પાટનગર શહેરમાં સંપત્તિને મોટું નુકસાન થયું છે. ભારે વરસાદને પગલે બિહાર વિધાનસભા પરિસર અને નાયબ મુખ્યમંત્રી રેનુ દેવીના નિવાસસ્થાન સહિત પટનાના અનેક ભાગોમાં પાણીમાં ભરાયા હતા.

(1:13 am IST)