Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ઝાયડસ કેડિલાની નવી કોરોના વેક્સીન બાળકો માટે ટૂંકસમયમાં ઉપલબ્ધ થશે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં કેન્દ્ર સરકારે આ વાત કહી

નવી દિલ્હી :ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત નવી કોરોના રસી ટૂંક સમયમાં દેશમાં 12-18 વર્ષની વય જૂથના બાળકો માટે ઉપલબ્ધ થશે.  સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં કેન્દ્ર સરકારે આ વાત કહી છે. હજી સુધી દેશમાં કોરોના રસી માટેની લઘુત્તમ વય 18 વર્ષ છે. દેશમાં 32 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

 .એક અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે પૂછેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે વર્ષના અંત સુધીમાં દેશના તમામ પુખ્ત વયના લોકો કોરોના રસી આપી દેવામાં આવશે . સરકારે કહ્યું છે કે 18 વર્ષથી વધુ વયના 93-94 કરોડ લોકો માટે 186.6 કરોડ ડોઝની જરૂર પડશે.

સરકારે કહ્યું છે કે જ્યારે લોકો રસીકરણ કેન્દ્રોની સીધી મુલાકાત લઈને રસી મેળવી શકે છે, ત્યારે રસી માટે ડિજિટલ પ્રવેશ અવરોધ નથી. મોદી સરકારે સુપ્રીમ કોર્ટને એમ પણ કહ્યું છે કે સોમવારથી લાગુ કરવામાં આવેલી નવી નીતિ અંતર્ગત 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને મફત રસી આપવામાં આવશે. પારદર્શિતા માટે દરરોજ રસીકરણ ડેટા જાહેર કરવામાં આવી રહ્યા છે.

સરકારે કહ્યું છે કે વાઉચરો સાથે એક યોજના શરૂ કરવામાં આવી છે જેથી આર્થિક રીતે નબળા લોકોને ખાનગી રસીકરણ કેન્દ્રોમાં પણ રસી મળી શકે. આ અંતર્ગત એનજીઓ વાઉચર ખરીદી અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી શકે છે.

(12:58 am IST)