Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મિયામી બીચ પર 12 માળની બિલ્ડીંગ ધરાશયી :દુર્ઘટનામાં ગુજરાતી પરિવાર ગુમ: અત્યાર સુધીમાં 102 લોકોને રેસ્ક્યૂ કરાયા

ગુજરાતી પરિવારની ભાવના પટેલ (38), તેમના પતિ વિશાલ (41), અને એક પુત્રી ઇશા લાપતા

અમેરિકાના મિયામીમાં બીચ પર તૈયાર કરવામાં આવેલી શૈમ્પ્લેન ટાવર્સ નામની 12 માળની બિલ્ડીંગ ગુરૂવારે રાત્રે અચાનક ઢળી પડી હતી. મોડી રાત્રે સર્જાયેલી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું નિધન થયું છે અને 99 લોકો ગુમ છે. રેસ્ક્યૂ ટીમે અત્યાર સુધીમાં 102 લોકોને રેસ્ક્યૂ કરી ચૂક્યા છે. ગુમ લોકોમાં એક ગુજરાતી પરિવારની ભાવના પટેલ (38), તેમના પતિ વિશાલ (41), અને એક પુત્રી ઇશાનો પણ સમાવેશ થાય છે. ભાવના પટેલના ફેમિલી ફ્રેંડના જણાવ્યા અનુસાર ભાવના પ્રેગ્નેંટ હતી.

બચાવ દળ ગુમ થયેલા લોકોને શોધવા મઍટે સોનાર ટેક્નોલોજી અને ડોગસ્કોડની મદદ લઇ રહી છે. મિયામી ડેડ પોલીસના ડાયરેક્ટર ફ્રેડી રેમિરેઝએ જણાવ્યું હતું કે તેમની ટીમ રેસ્ક્યૂ એન્ડ રિસર્ચ મોડ પર કામ કરી રહી છે. ટીમના સતત પ્રયત્નો ચાલુ છે. કાળમાટ નીચેથી બૂમો સંભળાઇ રહી છે.

આ બિલ્ડીંગમાં રહેનાર બૈરી કોહેનને કહ્યું કે હું 3 વર્ષથી રહું છું. બિલ્ડીંગ ધરાશાયી થઇ તે સમયે બૈરી અને તેમની પત્ની તાત્કાલિક બહાર નિકળ્યા, પરંતુ ઇમારતનું નામોનિશાન બચ્યું ન હતું. છત પરથી ફક્ત કાટમાળ અને ધૂળ નીચે પડી રહી હતી. અમે અમારી બાક્લનીમાં ફસાઇ ગયા, અમને ફાયર ફાયટર્સએ રેક્સ્યૂ કર્યા. તેમણે જણાવ્યું કે આ રેક્સ્યૂમાં 20 મિનિટ લાગી, પરંતુ અમને લાગ્યું કે મારી જીંદગી દર્દનાક ઘટનામાં બચી ગઇ.

(12:56 am IST)