Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

કેન્દ્રીય મંત્રીમંડળમાં 27 નામોનું શોર્ટલિસ્ટ કરાયું :સી.આર. પાટીલ અને ડો, કિરીટ સોલંકીનો સમાવેશ થવાની શકયતા

સંભવિત નામોમાં હેવીવેઇટ જ્યોતિરાદિત્ય સિંધિયા, સુશીલ મોદી, સરબનંદા સોનોવાલ, નારાયણ રાણે અને ભુપેન્દ્ર યાદવ અને કૈલાસ વિજયવર્ગીયનો સમાવેશ

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે 27 ઉમેદવારોનું નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ ફેરફારમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને અમદાવાદ પૂર્વના સાંસદ કિરીટ સોલંકીને પણ તક મળી શકે છે. સંભવિત નામોમાં હેવીવેઇટ જ્યોતિરાદિત્ય સિંધિયા, સુશીલ મોદી, સરબનંદા સોનોવાલ, નારાયણ રાણે અને ભુપેન્દ્ર યાદવ તથા ભાજપ માટે પશ્ચિમ બંગાળમાં થાક્યા વગર મોટાપાયા પર પ્રચાર અભિયાન ચલાવનારા કૈલાસ વિજયવર્ગીયનો સમાવેશ થાય છે. પાટીલ હાલમાં જ અમિતભાઈ  શાહની મુલાકાત બાદ દિલ્હી ગયા હતા. જો સીઆર પાટીલને દિલ્હી લઈ જઈ મંત્રી બનાવાય તો ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થઈ શકે છે. અમિતભાઈ  શાહની ગુજરાત મુલાકાત બાદ મોટાપાયે રંધાયું હોવાના આ સંકેત છે. તો આજે પણ અમિત શાહ ગુજરાતમાં દબદબો ધરાવે છે એ સાબિત થઇ જશે. પાટીલ ગુજરાતમાંથી ખરેખર હટે તો ગુજરાતમાં નવા સમીકરણો રચાય તેવી પૂરી સંભાવના છે. જોકે, આવી સંભાવના ઓછી હોવા છતાં રચાયેલા આ નવી સમીકરણોએ ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચા જગાવી છે.

ભાજપના પ્રવક્તા સૈયદ ઝફર ઇસ્લામને પણ કેન્દ્ર સરકારમાં મહત્વની ભૂમિકા પર લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના બીડના સાંસદ પ્રીતમ મુંડે અને ગોપીનાથ મુંડેની પુત્રી પણ આ યાદીમાં હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ભાજપના ઉત્તરપ્રદેશના પ્રદેશપ્રમુખ સ્વતંત્રદેવ સિંઘનું નામ પણ નિશ્ચિત મનાય છે. તેઓ આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનારી ચૂંટણીમાં પક્ષની કમાન સંભાળવાના છે. તેમ ગુજરાતી ચેનલની વેબસાઇટનો અહેવાલ જણાવે છે

(12:31 am IST)