Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકોકએ આપ્યું રાજીનામુ : કોરોના નિયમોના ઉલ્લંઘન બદલ પદ છોડ્યાનું કથન

અખબારોમાં છપાયેલી તસ્વીર હૈનકોકની ઓફિસમાં સહયોગી સાથેના લફરાંને લઈને મચ્યો હતો હોબાળો

બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકોકને તેમના સાથે મુખ્ય સહયોગીને ગળે લગાવવાનું અને કિસ કરવાની તસ્વીર લીક થયા બાદ માફી માગવી પડી હતી. અખબારોના પહેલા પાના પર છપાયેલી આ તસ્વીર હૈનકોકની ઓફિસમાં સહયોગી સાથેના લફરાંને લઈને હોબાળો થઈ ગયો છે. તેમણે કહ્યુ હતું કે, હું સ્વિકાર કરૂ છું કે, આવી સ્થિતીમાં સોશિયલ ડિસ્ટન્સના દિશા-નિર્દશોનું મેં ઉલ્લંઘન કર્યુ છે.

સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકોકે કહ્યુ હતું કે, મેં લોકોને નિરાશ કર્યા છે અને હું તેના માટે ખુબ દિલગીર પણ છું.હું દેશને મહામારીમાંથી બહાર લાવવાના ઉદ્દેશ્ય પર ધ્યાન કેન્દ્રીય કરી રહ્યો છો, મારા ખાનગી અને પર્સનલ કારણોમાં પ્રાઈવસી રાખવાનો આભારી રહીશ

 અત્રે ઉલ્લેખનીય છે કે એક અખબારે સ્વાસ્થ્ય મંત્રીની તસ્વીર છાપી લખ્યુ હતું કે, હૈનકોક પરણેલા છે અને ગત મહિને જ ઓફિસમાં એક સહયોગી પણ રાખી છે

(12:16 am IST)