Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ઓક્સીઝન વિવાદ પર કેજરીવાલે કહ્યું- પરસ્પરનો ઝગડો ખત્મ થઈ ગયો હોય તો થોડૂ કામ કરી લઈએ

એવી વ્યવસ્થા બનાવીએ કે ત્રીજી લહેરમાં કોઈને ઓક્સિજનની અછત ના થાય

નવી દિલ્હી : દિલ્હીમાં ઓક્સિજન ઓડિટ પેનલનો વચગાળાનો રિપોર્ટ પર ચર્ચા ચાલી રહી છે. દિલ્હીમાં ઓક્સિજનની ચાર ગણી વધારે માંગણી કરવા સાથે જોડાયેલા આરોપ બીજેપી, કેજરીવાલ સરકાર પર લગાવી રહી છે, આ વચ્ચે એમ્સ ડાયરેક્ટર અને ઓક્સિજન ઓડિટ પેનલના પ્રમુખ રણદીપ ગુલેરિયાએ કહી દીધુ છે કે મને લાગતું નથી કે, આપણે એવું કહી શકીએ છીએ કે, ઓક્સિજનની માંગ ચાર ગણી વધારે કરવામાં આવી હોય.

હવે ગુલેરિયાના આ નિવેદન પછી સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યં કે, વિવાદ બંધ કરીને કામ કરવાની જરૂરત છે, જેથી ત્રીજી લહેરમાં કોઈને ઓક્સિજનની અછત ના પડે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઓક્સિજન પર પરસ્પરનો ઝગડો ખત્મ થઈ ગયો હોય તો થોડૂ કામ કરી લઈએ? આવો મળીને આવી વ્યવસ્થા બનાવીએ કે ત્રીજી લહેરમાં કોઈને ઓક્સિજનની અછત ના થાય. બીજી લહેરમાં લોકોને ઓક્સિજનની અછત થઈ. હવે ત્રીજી લહેરમાં એવું ના થાય

શુક્રવારે સમાચાર આવ્યા કે સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત ઓક્સિજન ઓડિટ પેનલે પોતાના વચગાળાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકારે કોવિડની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની માંગને ચાર ગણી વધારીને બતાવી હતી.

“દિલ્હી ઓક્સિજન ઓડિક એક વચગાળાનો રિપોર્ટ છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં છે. આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે સુપ્રીમ કોર્ટ આ વિશે શું કહે છે.”

બીજેપી તરફથી આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે, દિલ્હી સરકાર તરફથી ઓક્સિજનની જરૂરતને ચાર ગણી વધારીને બતાવવામાં આવી હતી. આ કારણે દેશના 12 રાજ્ય પ્રભાવિત થયા. સંબિત પાત્રાએ દાવો કર્યો છે કે, દિલ્હીની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, તે માટે અરવિંદ કેજરીવાલ જવાબદાર છે. અમે આશા કરીએ છીએ કે, સર્વોચ્ચ ન્યાયલમાં તેઓ જવાબદાર ઠેરવવામાં ાવશે અને જે અપરાધ તેમને કર્યો છે તેના માટે તેમને દંડિત કરવામાં આવશે.

(11:46 pm IST)