Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શિવારામન બાલક્રિશ્નનની એમેઝોન રિસર્ચ એવોર્ડ માટે પસંદગી : CMU યુનિવર્સીટીમાંથી પસંદ થયેલા પાંચ ફેકલ્ટી મેમ્બરમાં સ્થાન મેળવ્યું

યુ.એસ. : ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શિવારામન બાલક્રિશ્નનની એમેઝોન રિસર્ચ એવોર્ડ માટે પસંદગી થઇ છે. આ એવોર્ડ માટે કાર્નેગી મેલોન યુનિવર્સિટીના પસંદ થયેલા પાંચ ફેકલ્ટી મેમ્બરમાં બાલક્રિષ્નને  સ્થાન મેળવ્યું છે. તેવી જાહેરાત યુનિવર્સીટીએ  8 જૂને કરી છે.

બાલક્રિશ્નનન ડાયેટ્રીચ કોલેજ ઓફ હ્યુમનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સના સ્ટેટેસ્ટિક  પ્રોફેસર છે. તેમણે  કોલેજના ફેકલ્ટી મેમ્બર ડેવિડ ડેન્ક્સ, તેમજ કમ્પ્યુટર સાયન્સ સ્કૂલ ફેકલ્ટીના મેમ્બર્સ કટેરીના ફ્રેગકિઆડાકી, રૂબેન માર્ટિન્સ અને હિથર મિલર, સાથે સ્થાન મેળવ્યું છે.

એમેઝોન દ્વારા 59 યુનિવર્સિટીઓમાંથી 101 ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટને એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમણે કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.કર્યું છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(8:01 pm IST)