Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ચીનમાં તરતા દ્વીપવાળો બેમિસાલ ટાવર બનશે

આર્કિટેક્ટ્સએ ટાવરની ડિઝાઈનનો ખુલાસો કર્યો : ટાવરમાં ૯૯ નાના દ્વીપ હશે જેનાથી લાગશે કે તે પાણીમાં તરી રહ્યા છે, ખરેખર તે ટાવર મજબૂતીથી જોડાયેલા હશે

બેઈજિંગ,તા.૨૬ : જાપાનના સોઉ ફુજીમોટો આર્કિટેક્ટ્સએ એક વિશાળ તરતા ટાવરની ડિઝાઈનનો ખુલાસો કર્યો છે. જે ચીનની શેનજેનની ખાડીમાં કિયાનહાઈવાન જિલ્લામાં બનાવવામાં આવશે. ડિઝાઈનને હરિફાઈ બાદ જાહેર કરવામાં આવી છે. જેનું વિસ્તારમાં એક ખૂબ સારા ટાવરની ડિઝાઈન માટે આયોજન કરવામાં આવ્યું હતું. ટાવરમાં ૯૯ નાના દ્વીપ હશે જેનાથી તમને લાગશે કે તે પાણીમાં તરી રહ્યા છે, પરંતુ ખરેખર તે ટાવરની સાથે મજબૂતીથી જોડાયેલા હશે.

 ન્યૂ સિટી સેન્ટર લેન્ડમાર્ક હરિફાઈના જજ સમૂહે ડિઝાઈનને પહેલો પુરસ્કાર કોઈએ પણ આપ્યો નહોતો. સોઉ ફુજીમોટો આર્કિટેક્ટ્સને ફ્લોટિંગ વોટર ટાવર માટે બીજુ સ્થાન મળ્યું હતું. ડિઝાઈન હરિફાઈમાં ટોપ પર રહીં. ડિઝાઈનને એક સવાલ જવાબ માટે તૈયાર કરવામાં આવી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું નવા ટાવરનો અર્થ ૨૧મી સદી છે.

બીજો સવાલ હતો કે ટાવર કેવી રીતે એફિલ ટાવરની જેમ સતત આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. ટાવરની ઊંચાઈ ૮૮૦ ફૂટ એટલે કે, ૨૬૮ મીટર છે અને તે ૯૯ અલગ અલગ ટાવર જેવા ભાગથી જોડાઈને બન્યો છે. જે ટોપ પર એક મજબૂત તળ સાથે જોડાયેલા છે અને નીચે આવતા આવતા તે ગાયબ થતા હોય તેવું લાગે છે.

નીચે આવીને જોવાથી તમને લાગે છે કે તે હવામાં તરી રહ્યા છે જે, તરતા દ્વીપ જેવા લાગે છે. એક Ethereal Tower સાથે ટાવરનો સમૂહ પણ છે, જે વિવિધતાના યુગમાં ભવિષ્યનો સમાજ પણ દર્શાવે છે. ટાવરને મોટાભાગે સ્ટીલ, કાર્બન ફાઈબર, કેવલર રોપ અને કોંક્રીટથી બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. ઉપરાંત કેવલપ ટેંશન તારો સાથે જોડાયેલ એક સ્ટીલ ટ્રસ સિસ્ટમ છે જે તેના કેન્દ્રને સંતુલિત બનાવીને રાખશે. કેન્દ્રીય કોર Ethereal Tower માટે આધારનું કામ કરશે.

જે તણાવ તારની મદદથી એકસાથે રાખવામાં આવશે, જે ખાડીમાં પડતા પાણીની જેમ જોવા મળશે. મિરરવાળા જમા થયેલ ગીઝરમાં ઓબ્ઝર્વેશન ડેક, એક્ઝીબીશન એરિયા, રેસ્ટોરન્ટ અને કેફે તમામ તારોની વચ્ચે થશે. ટોપ પર બનેલ છત પ્રદર્શની જેવા આયોજન માટે હશે, જે યાત્રીઓની સાથે સાથે સ્થાનિક નાગરિકોને સામાજિક સેન્ટર તરફ આકર્ષિત કરશે.

જ્યાંથી શહેર અને ખાડીનો સુંદર નજારો સમુદ્રના તળથી ૨૬૮ મીટરની ઉંચાઈથી ચારેબાજુ જોઈ શકાશે. તેની મજબૂત સંરચના અને માઈક્રોકોસ્મ વાળો ઈમારતી પદાર્થ ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રકારની પહેલી સંરચના નથી જે ભવિષ્યના શહેરની સંસ્કૃતિ અને વાસ્તુકલાનો પરિચય આપતી હોય.

ચીનમાં એક ડૈનિશ વાસ્તુકાર સ્ટુડિયો જેને BIG કહેવામાં આવે છે, જેમણે ગયા મહિને ટાવરની બિલ્ડીંગની ડિઝાઈન જાહેર કરી છે. માઈન્ડ બેન્ડિંગ ઇન્ફિનિટી લૂપના આકારની ડિઝાઈનવાળી સંરચના જમીનને આકાશ સાથે ગોળાકાર તરીકે જોડે છે.

(7:57 pm IST)