Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

નોઈડામાં ૦૦૦૧ નંબર માટે ૪,૩૩,૫૦૦ રુપિયાની બોલી]

કોરોના કાળમાં પણ વાહનના નંબરના શોખીનોની ભીડ : અન્ય નંબરો પર પણ લોકોએ મોટી રકમની બોલી લગાવી

નોઈડા, તા.૨૬ : ઉત્તરપ્રદેશના નોઈડામાં ૦૦૦૧ નંબરની બોલી લગાવવા માટે અત્યાર સુધીમાં લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. જે સિરીઝમાં એક નંબર પર સૌથી વધારે રજિસ્ટ્રેશન છે. જ્યારે ૦૦૦૧ નંબર પર પહેલા દિવસે ,૩૩,૫૦૦ રૂપિયાની બોલી લાગી છે. ઘટના ઉત્તરપ્રદેશના નોઈડાની છે કે જ્યાં ૦૦૦૫, ૦૧૦૦, ૦૦૨૭, ૭૨૦૦ અને ૮૦૫૫ નંબર પર ત્રણ-ત્રણ લોકો બોલીમાં હિસ્સો લઈ રહ્યા છે. ૦૦૬૦ નંબર માટે લોકો બોલી લગાવી રહ્યા છે. અન્ય નંબરો માટે હજુ એક-એક વ્યક્તિએ રજિસ્ટ્રેશન કર્યું છે.

આવું પહેલી વખત નથી કે જ્યારે વીઆઈપી નંબરો માટે આટલી લાંબી લાઈન જોવા મળી છે. લોકોમાં ગાડીઓના વીઆઈપી નંબરને લઈને એટલો ક્રેઝ છે કે માટે તેઓ લાખો રૂપિયા ચૂકવવા માટે તૈયાર છે. ત્યાં ગત વર્ષે નંબર લાખમાં વેચાયો હોવાનું જાણવા મળે છે.

વાહનોના વીઆઈપી નંબરોના શોખીનોની ભીડને જોતા સરકારે તેની કિંમતોમાં વધારો કર્યો હતો. ઉત્તરપ્રદેશ મોટરયાન નિયમાવલી-૨૦૧૯ હેઠળ ટૂ-વ્હીલર માટે વીઆઈપી નંબરોની કિંમત રૂપિયા હજારથી ૨૦ હજાર સુધી રાખવામાં આવી છે.

(7:54 pm IST)