Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રસી ન લીધી હોય તેને ડેલ્ટા વેરિયન્ટ જલ્દી ઝપેટમાં લે છે

કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર : કોરોના વાયરસના સામે આવેલા અત્યાર સુધીના તમામ વેરિયંટ્સમાં ડેલ્ટા વેરિયંટ સૌધી વધુ સંક્રામક

જીનીવા, તા.૨૬ : ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયંટને લઇને વિશ્વ આરોગ્ય સંગઠન- ડબલ્યુએચઓએ ફરી એકવાર ચેતવણી આપી છે. ડબલ્યુએચઓના ચીફ ટેડ્રોસ અધનોમે કોરોના વાચરસના ડેલ્ટા વેરિયંટને અત્યાર સુધી જોવા મળેલા તમામ વેરિયંટમાં સૌથી ઘાતક ગણાવતાં કહ્યું કે, વેરિયંટ લોકોને જલ્દીથી ઝપેટમાં લઇ રહ્યો છે જેમણે હજુ સુધી કોરોનાની રસી લીધી નથી.

કોરોના વાયરસના સૌથી વધુ ઘાતક ડેલ્ટા વેરિયંટને લઇને ડબલ્યુએચઓના પ્રમુખે શુક્રવારે જણાવ્યું કે, સંગઠને મુદ્દે ચિંતિત છે કે દુનિયાભરમાં ડેલ્ટા વેરિયંટ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ડેલ્ટા વેરિયંટ સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો. તેમણે જિનેવામાં કહ્યું કે, કોરોના વાયરસના સામે આવેલા અત્યાર સુધીના તમામ વેરિયંટ્સમાં ડેલ્ટા વેરિયંટ સૌધી વધુ સંક્રામક છે અને ઓછામાં ઓછા ૮૫ દેશોમાં ફેલાવાના સ્તરે છે. વેરિયંટની ઝપેટમાં રસી નહીં લેનારા લોકો ઝડપથી આવી રહ્યા છે. સિવાય તેમણે કેટલાક દેશોમાં લોકોના આરોગ્ય અને સામાજિક જીવનમાં છૂટછાટ આપવા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવુ છે કે, દુનિયાભરના દેશોમાં સંક્રમણની લહેર ઉભી થતી દેખાઇ રહી છે. સંક્રમણના વધુ કેસનો અર્થ છે મોટા પ્રમાણમાં દર્દીઓનું હોસ્પિટલમાં દાખલ થવું, જેના લીધે આરોગ્ય વ્યવસ્થા પર પડતાં દબાણને લીધે મૃત્યુઆંક વધવાનો ખતરો છે. ડબલ્યુએચઓ ચીફનું કહેવું છે કે, કોવિડ-૧૯ના નવા વેરિયંટ આવવાની આશંકા છે અને આવતાં રહેશે કારણ કે વાયરસ સતત પેદા રુપ બદલી પેદા થતાં રહે છે, પરંતુ આપણે સંક્રમણને ફેલાતાં રોકી શકવામાં સક્ષમ છીએ. વિશે સમજવું સરળ છે કે વધુ સંક્રમણ ફેલાવાનો અર્થ વધુ વેરિયંટની આશંકા અને સંક્રમણ જેટલુ ઓછુ ફેલાશે એટલા વેરિયંટ ઓછા જોવા મળશે.

વિશ્વ આરોગ્ય સંગઠનના નિષ્ણાંત ડો. મારિયા વાન કર્ખોવે કહ્યું કે ડેલ્ટા વેરિયંટ ખતરનાક છે અને આલ્ફાની સરખામણીએ વધુ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. તેમણે જણાવ્યું કે, યુરોપના કેટલાક દેશોમાં કેસ ઘટી રહ્યા છે પરંતુ મોટા પ્રમાણમાં રમત-ગમત અને ધાર્મિક કાર્યક્રમોને પરિણામે ડેલ્ટા વેરિયંટ લોકોમાં ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે જેમણે રસી નથી લીધી.

તેમનું કહેવુ હતું કે કોરોના રસી ડેલ્ટા વેરિયંટથી ગંભીર રીતે ચેપી બનવા અને તેનાથી થતી મોતને રોકવામાં સક્ષમ છે.

(7:53 pm IST)