Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

બોગસ આઈએએસ દ્વારા બોગસ વેક્સિનના કેમ્પ

હવે બોગસ વેક્સિનેશનને લઈને વિવાદ : પશ્ચિમ બંગાળમાં આ ડોઝ લીધા બાદ હવે ટીએમસીની સાંસદ અને અભિનેત્રી મિમી ચક્રવર્તી બીમાર પડી ગઈ

કોલકાતા, તા.૨૬ : પશ્ચિમ બંગાળમાં એક બોગસ આઈએએસ ઓફિસરે વેક્સિનેશન કેમ્પનુ આયોજન કરીને સેંકડો લોકોને બોગસ કોરોના વેક્સીનના ડોઝ આપ્યા છે. ડોઝ લીધા બાદ હવે ટીએમસીની સાંસદ અને અભિનેત્રી મિમી ચક્રવર્તી બીમાર પડી ગઈ છે.

મિમીએ પણ કેમ્પમાં વેક્સીન લગાવી હતી અને સોશિયલ મીડિયા પર લોકોને વેક્સીન મુકાવવા માટે અપીલ પણ કરી હતી.જોકે રસી મુકાવ્યાના ચાર દિવસ બાદ હવે તે બીમાર પડી ગઈ છે.અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે મિમિ ચક્રવર્તીને પણ બોગસ વેક્સીનની વાતની બાદમાં ખબર પડી હતી અને બોગસ વેક્સીનેશન કેમ્પનો ભાંડો પણ ફોડ્યો હતો.

વેક્સીનેશન કેમ્પનુ આયોજન દેબાંજન દેવ નામના વ્યક્તિએ કહ્યુ હતુ.જે પોતાને આઈએએસ ગણાવતો હતો.હાલમાં તો તે પોલીસની કસ્ટડીમાં છે.દેબાંજને મિમી સાથે પોતાની ઓળખ આઈએએસ ઓફિસર તરીકે આપી હતી.હવે એવુ કહેવાઈ રહ્યુ છે કે, દેબાંજને સંખ્યાબંધ લોકોને નકલી વેક્સીન લગાવી છે.કોલકાતા પોલીસ હવે તેની તપાસ કરી રહી છે.

દેબાંજને મિમિને પોતાના કેમ્પમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવી હતી અને લોકોને મોટિવેટ કરવા માટે મિમીએ કેમ્પમાં પોતે પણ રસીમુકાવી હતી.જોકે વેક્સીન મુકાવ્યા બાદ મોબાઈલ પર કોઈ મેસેજ નહીં આવતા મિમીને શંકા ગઈ હતી. પછી તેણે પોલીસને જાણકારી આપી હતી.

મિમીએ ન્યૂઝ એજન્સીને કહ્યુ હતુ કે, દેબાંજને મને દિવ્યાંગ લોકોનો વેક્સીનેશન કેમ્પ હોવાથી તેમાં હાજર રહેવા વિનંતી કરી હતી.હું લોકોને મોટિવેટ કરવા માટે કેમ્પમાં ગઈ હતી.મેં પણ રસી મુકાવી હતી અને મારો આધાર નંબર માંગવામાં પણ આવ્યો હતો.જોકે મને પછી ફોન પર મેસેજ નહીં મળતા શંકા ગઈ હતી.

(7:47 pm IST)