Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ઘણા જિલ્લામાં પોઝિટિવ રેટ ઉપર કાબૂ મેળવવો જરૂરી

આઈસીએમઆર દ્વારા એનાલિસિસ : પોઝિટિવ રેટ પર નિયંત્રણ મેળવી ત્રીજી લહેરને આવતી રોકી શકાય એવો રિસર્ચમાં અભિપ્રાય વ્યક્ત કરાયો

નવી દિલ્હી, તા.૨૬ : દેશના ઘણા હિસ્સામાંથી હજુય કોરોનાની બીજી લહેરની અસર ઓછી નથી થઈ. આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવના જણાવ્યા અનુસાર, જિલ્લા સ્તરે હજુય જોવા મળી રહેલા ઉંચા પોઝિટિવ રેટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે તેના પર કાબૂ મેળવીને ત્રીજી વેવને આવતી રોકી શકાશે. હાલ દેશના ૫૬૬ જિલ્લામાં વીકલી પોઝિટિવિટી રેટ ટકાથી ઓછો છે.

જોકે, ૭૫ જિલ્લામાં તેનું પ્રમાણ ૧૦ ટકાથી વધારે જ્યારે ૯૨ જિલ્લામાં -૧૦ ટકા વચ્ચે છે. બીજી તરફ, આઈસીએમઆર દ્વારા ત્રીજી વેવ અંગેનું એક ગાણિતીક મોડેલ પરનું એનાલિસિસ શુક્રવારે ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રસિદ્ધ થયો છે. જેમાં જણાવાયું છે કે, ત્રીજી લહેરની શક્યતા તો છે પરંતુ તે બીજી લહેર જેટલી ભયાનક નહીં હોય.

સંશોધકોનું માનીએ તો વેક્સિનેશનના પ્રમાણમાં વધારો કોરોનાની ભવિષ્યમાં આવનારી લહેરો સામે રક્ષણ આપવામાં મહત્વનો સાબિત થશે. એક બ્રિફિંગમાં ડૉ. ભાર્ગવે જણાવ્યું હતું કે, સેકન્ડ વેવ હજુય પૂરી નથી થઈ. દેશના મોટાભાગના હિસ્સામાં તેની અસર ઓસરી ગઈ છે, પરંતુ ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાતવા જિલ્લા પર હજુય ધ્યાન આપવું જરુરી છે અને તેનાથી ત્રીજી વેવને આવતી રોકી શકાશે.

છેલ્લા કેટલાક સપ્તાહમાં ડેઈલી કેસોના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે, પરંતુ ૧૨૫ જિલ્લામાં હજુય રોજના ૧૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં શુક્રવારની સ્થિતિએ સાપ્તાહિક પોઝિટિવિટી રેટ . ટકા જેટલો હતો. ભાર્ગવના જણાવ્યા અનુસાર, લોકો જો વેક્સિન લેવાની સાથે નિયમોનું પાલન કરે તો ચોક્કસ ત્રીજા વેવને આવતો રોકી શકાય. સિવાય ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા જિલ્લામાં તેના પર ચાંપતી નજર રાખવાની જરુર છે. ઉપરાંત સ્થાનિક સ્તરે જરુર પડે તો વધુ નિયંત્રણો પણ તાત્કાલિક મૂકવામાં આવે. ઉલ્લેખનીય છે કે, દેશના કેટલાક રાજ્યોમાં હાલ ડેલ્ટા પ્લસ વેરિયંટના કેસ નોંધાયા છે. તેમાં કેટલી ઝડપે વધારો થાય છે તેના પર પણ સરકાર નજર રાખી રહી છે. બીજી તરફ, ડેઈલી કેસો વધતા મહારાષ્ટ્રએ ગઈકાલે અનલોકની પ્રક્રિયા પર બ્રેક મારીને નિયંત્રણોમાં વધુ રાહતો આપવાનું અટકાવી દીધું હતું. મહારાષ્ટ્રમાં હાલ પૂરતું આખા રાજ્યમાં મોલ્સ અને સિનેમા બંધ રહેશે, તેમજ રેસ્ટોરાંમાં ગ્રાહકો વાગ્યા સુધી આવી શકશે, ત્યારબાદ તે માત્ર પાર્સલ સર્વિસ ચાલુ રાખી શકશે.

(7:45 pm IST)