Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

આવતા મહિનાથી કોવાવૈક્સ વેક્સિનની 920 બાળકો પર ટ્રાયલ શરૂ કરશે સિરમ

920 બાળકોને વેક્સિન આપીને 6 મહિના સુધી દેખરેખ કરાશે: સિરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પુનાવાલાની જાહેરાત

નવી દિલ્હી : કોરોના મહામારીથી બાળકોને બચાવવા સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા મોટું પગલું ભરવા જઈ રહી છે. કંપનીના સીઈઓ અદાર પુનાવાલાએ જણાવ્યું કે અમારી કંપની આવતા મહિનાથી કોવોવૈક્સ વેક્સિનની બાળકો પર ટ્રાયલ શરુ કરશે.

  અદાર પુનાવાલાએ જણાવ્યું કે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાની મંજૂરી મળ્યા બાદ અમે આવતા મહિનાથી 10 સ્થળોએ 920 બાળકોમાં પીડિયાટ્રિક ટ્રાયલ શરુ કરવાની યોજના છે. 920 બાળકો પર કોવોવૈક્સ વેક્સિનની 2-3 ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ માટે કંપની ટૂંક સમયમાં ડ્ગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાની મંજૂરી માટે અરજી કરશે.

   તેમણે જણાવ્યું કે પુણેમાં ભારતી હોસ્પિટલ તથા કેઈએમ હોસ્પિટલના વાડુ શાખામાં 10 જગ્યાએ પીડિયાટ્રીક ટ્રાયલ શરુ કરવામાં આવશે. જે બાળકો પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે તેમની ઓછા ઓછા 6 મહિના સુધી દેખરેખ રાખવામાં આવશે.

પુનાવાલાએ જણાવ્યું કે પહેલા 12-17 વર્ષની વયના બાળકો પર ત્યાર બાદ 2-11 વર્ષની વયના બાળકો પર ટ્રાયલ કરવામાં આવશે. તેમણે જણાવ્યું અમે પહેલા મોટા અને પછી નાના બાળકો પર ટ્રાયલ કરીશું. પહેલા 12-17 વર્ષના તથા પછી 2-11 વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવશે અને તેમની છ મહિના સુધી દેખરેખ રાખવામાં આવશે.

  બ્રિટનમાં થયેલી ટ્રાયલ અનુસાર, બીજા ડોઝના એક અઠવાડિયા બાદ આ વેક્સિન 90 ટકા સુરક્ષા પ્રદાન કરે છે. આ વેક્સિન બાળકોને ગંભીર બીમાર થતા પણ બચાવે છે. નીતિ આયોગના સભ્ય પોલે પણ કહી ચૂક્યા છે કે આ વેક્સિનના પરિણામ ઉત્સાહજનક છે.

  સિરમ આવતા મહિને કોવોવેક્સની ક્લિનિકલ ટ્રાયલ શરુ કરી છે. ભારતમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં આ વેક્સિન લોન્ચ થવાનું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી બાયોટેકનોલોજી કંપની નોવાવૈક્સ અને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા વચ્ચે બાળકો માટે નોવાવૈક્સ વેક્સિન બનાવવાનો કરાર થયો છે.

(7:11 pm IST)