Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ધરપકડની અફવા : પોલીસે કહ્યું માહોલ બગાડવા પ્રયાસ

નવી દિલ્હી, તા. ર૬ : ખેડુતો તમામ રાજ્યોના રાજ્યપાલો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોને મળીને તેઓને આજે મેમોરેન્ડમ સોંપી રહ્યાં છે. આ વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ધરપકડની અફવા ફેલાવા લાગી છે. જોકે, તેમને આ અફવાઓ પર કહ્યું કે, મારી ધરપકડના સમાચાર ભ્રામક છે. હું ગાજીપુર બોર્ડર પર છું. બધુ સામાન્ય છે.

રાકેશ ટિકૈતની ધરપકડના સમાચાર સોશિયલ મીડિયા પર ચાલવા લાગી હતી. અનેક લોકો તેમની ધરપકડનો દાવો કરી રહ્યાં હતા. જોકે, પોતે રાકેશ ટિકૈત અને દિલ્હી પોલીસે ધરપકડને માત્ર અફવા ગણાવી હતી. રાકેશ ટિકૈતે ટ્વિટ કરીને પોતાની ધરપકડના સમાચારને ભ્રામક ગણાવ્યા છે. તે ઉપરાંત તેમને ભ્રામક ગણાવ્યા છે. તે ઉપરાંત તેમને ન્યૂઝ એજન્સી સાથે પણ વાતચીતમાં કહ્યું કે, પોલીસે તેમની ધરપકડ કરી નથી. પોલીસ યુધવીર સિંહ નામના શખ્સને લઈને ગઈ છે અને નામને લઈને કેટલાક કન્ફ્યૂઝન થઈ ગયા.

જ્યારે દિલ્હી પોલીસે પણ ટ્વિટ કરીને આને ફેક ન્યૂઝ ગણાવી છે. દિલ્હી પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે, રાકેશ ટિકૈતના ધરપકડના સમાચાર ખોટા છે. પોલીસે લખ્યું કે, તેમને શક છે કે આવા ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર ઉડાવીને માહોલને ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

(3:52 pm IST)