Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા- તમામ વેરિયન્ટસ માટે કારગર છે કોવિશીલ્ડ અને કોવેકિસન

નવી દિલ્હી, તા.૨૬: કોરોના વાયરસના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિયન્ટ્સે સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે. આ વેરિયન્ટ વધારે સંક્રામક છે અને તે વેકિસનને પણ ચકમો દેવાની ક્ષમતા ધરાવે છે. જો કે આ દરમિયાન સરકારે એક રાહત આપનારો દાવો કર્યો છે. સરકારના દાવા અનુસાર, ભારતમાં બનેલી વેકિસન કોવિશીલ્ડ અને કોવેકિસન આ તમામ વેરિયન્ટ્સ વિરુદ્ઘ કારગર છે.

સરકારે શુક્રવારના રોજ કહ્યું કે કોવિશીલ્ડ અને કોવેકિસનના ડોઝ કોરોના વાયરસના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિયન્ટ્સ વિરુદ્ઘ પ્રભાવી છે જયારે ડેલ્ટા પ્લસને લગતું સંશોધન હજી ચાલી રહ્યું છે. કોરોના વાયરસના ચાર સ્વરુપ- આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા ચિંતાજનક છે. આટલું જ નહીં, ડેલ્ટા સાથે જોડાયેલ ડેલ્ટા પ્લસ વેરિયન્ટે પણ સરકાર અને તબીબોની ચિંતામાં વધારો કર્યો છે.ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના ડિરેકટર જનરલ બલરામ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અલગ અલગ વેરિયન્ટ્સને સમાપ્ત કરવાની રસીની ક્ષમતામાં કમી ચોક્કસપણે દેખાય છે. પરંતુ ભારત બાયોટેકની કોવેકિસન આલ્ફા વેરિયન્ટ પર સંપૂર્ણપણે પ્રભાવી છે. કોવિશીલ્ડ આલ્ફા સાથે ૨.૫ ગણી દ્યટી જાય છે. ડેલ્ટા સ્વરુપ માટે પણ કોવેકિસન પ્રભાવી છે, પરંતુ એન્ટીબોડી પ્રતિક્રિયા ત્રણ ગણી ઓછી થઈ જાય છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટની વાત કરતાં તેમણે જણાવ્યું કે, આ વેરિયન્ટ અત્યારે ૧૨ દેશોમાં હાજર છે. ભારતમાં ડેલ્ટા પ્લસના ૧૦ રાજયોમાં ૪૮ કેસ સામે આવ્યા છે.

(3:24 pm IST)