Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અયોધ્યાના વિકાસ કાર્યો પર નરેન્દ્રભાઇ મોદીની સમીક્ષા બેઠક પૂર્ણઃ વિઝન ડોકયુમેન્ટ પર થઇ ચર્ચા

નવી દિલ્હી, તા.૨૬: અયોધ્યામાં વિઝન ડોકયુમેન્ટને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મીટિંગ ખત્મ થઈ ગઈ છે. લગભગ દોઢ કલાક ચાલી રહેલી આ મીટિંગમાં પીએમ સામે અયોધ્યાના વિકાસ કાર્યોનું વિઝન ડોકયુમેન્ટ રાખવામાં આવ્યું છે. આ દરમિયાન વિજન ડોકયુમેન્ટ પર ચર્ચા કરવામાં આવી છે.

મીટિંગમાં સીએમ યોગી આદિત્યનાથ, બંને ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા સહિત અન્ય અધિકારી પણ વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા લખનઉ સ્થિત સીએમ હાઉસથી પણ સામેલ થયા છે.

વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા થઈ રહેલી આ મીટિંગમાં વડાપ્રધાન મોદી ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પોતાના આવાસ પંચ કાલિદાસથી જોડાયા હતા. તે ઉપરાંત પ્રદેશના બંને ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા પણ આ મીટિંગમાં હાજર હતા.

(3:22 pm IST)