Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

નિચતાની પરાકાષ્ટા

મહિલા ઉપર પતિ અને કૌટુબિક દીયરનો સામુહીક બળાત્કારઃ પીડીતાએ જંતુનાશક દવા ખાતા હોસ્પિટલમાં દાખલ

પીયર ચાલી ગયેલ મહિલાને સાસરે આવવા ધાક-ધમકીઃ અશ્લીલ ફોટા મોકલી બ્લેકમેઇલ પણ કરાતી

જોધપુરઃ રાજસ્થાનના જોધપુર જીલ્લામાં નિચતાની પરાકાષ્ટા સર્જતી ઘટના ઘટી છે. અહીંની એક મહિલા સાથે પતિ અને દીયરે ન ફકત બળાત્કાર ગુજાર્યો પણ પીયરથી સાસરે આવવા ડરાવી અને ધમકાવી પણ હતી. પરેશાન પીડીતાએ જંતુનાશક દવા ખાઇ લેતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયેલ.

પોલીસે જણાવેલ કે મહિલાએ ૧૮મીએ જંતુનાશક દવા ખાધી હતી. તબીયત બગડતા તેના પરિજનો તેને ખાનગી હોસ્પિટલ લઇ ગયેલ. જયાં તે ગુરૂવારે ભાનમાં આવેલ. ત્યારબાદ પીડીતાએ આપવીતી જણાવેલ. મહિલાના પતિ અને કૌટુંબીક દીયર વિરૂધ્ધ ફરીયાદ નોંધેલ.

પીડીતા ઉપર જાન્યુઆરીમાં પતિ અને કૌટુંબિક દીયરે રૂમમાં બંધ કરી સામુહીક બળાત્કાર કરેલ. ત્યારબાદ મહીલા પીયર ચાલી ગયેલ. સાસરે પાછી આવવા આરોપીઓએ તેને ડરાવી ધમકાવાની સાથે અશ્લીલ ફોટો મોકલી બ્લેકમેઇલ કરવા લાગેલ. જેથી પરેશાન મહિલાએ જંતુનાશક દવા ખાઇ લીધી હતી. ડીસેમ્બરમાં પણ કૌટંુબિક દીયરે પિસ્તોલ દેખાડી બળાત્કાર ગુજારેલ.

(2:55 pm IST)