Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ગુગલનું નવું હેડકવાટર હેંગર આકારનું: નાસાના એરબેઝ જોઇ ડીઝાઇન બની

ડિઝાઇનર થોમસ હીદરવિકે જણાવી ખાસ વાત

કેલીફોર્નીયાઃ માઉન્ટેન વ્યુમાં બની રહેલ ગુગલના વિશાળ હેડકવાટર 'ગુગલ પ્લેકસ' ની ડીઝાઇન હકીકતે નાસાના એરબેઝને જોયા બાદ નક્કી થયેલ. નવી ગુગલ પ્લેકસના મુખ્ય ડીઝાઇનર થોમસ મુજબ કંપનીના કો-ફાઉન્ડર લૈરી પેજ ભવિષ્ય મુજબનું હેડકવારટ ઇચ્છતા હતા. થોમસની અમુક કૃતિઓ અંગે જાણી થોમસે તેમને ભોજન માટે બોલાવેલ અને ત્યાંથી ગુગલપ્લેકસનું કામ શરૂ થયેલ.

ગુગલ હેડકવાટર માટે થોમસે ૪ વિશાળકાય હેંગર્સ ડીઝાઇન કર્યા છે જે એક-બીજાથી ખુબ જ અલગ છે. જેમાં ૨ હેંગર્સમાં ૪-૪ હજાર અને એકમાં ૩હજારના સ્ટાફની ક્ષમતા છે. જયારે અન્ય એક હેંગર થીયેટર છે.

થોમસે જણાવેલ કે ગુગલ હેડકવાટરના હૈંગર અર્ધ કઠણ વિશાળકાય ટેંટની જેમ છે. જેમાં ઉર્જા પણ ઉત્પન્ન કરી શકાશે. તે એક સોલાર પેનલની જેમ કામ કરશે, જેને હટાવી પણ શકાશે. આ સોલાર પેનલને પારંપરીક કાળા અને વાદળીને બદલે વધુ સુંદર બનાવાયુ છે. ચારેય ઇમારતો લગભગ તૈયાર છે. સંભવત એક વર્ષમાં બનીને તૈયાર થઇ જશે.

(2:54 pm IST)