Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અપૂરતી ઉંઘના કારણે થઈ શકે છે મોત અને વધે છે ગંભીર બીમારીનો ખતરો : સ્ટડીમાં સામે આવ્યું ચોંકાવનારૃં પરિણામ

નવી દિલ્હી,તા.૨૬: જે લોકો રાતના સમયે ઓછી ઊંઘ લે છે તેમને ડિમેન્શિયાની બીમારીનો ખતરો વધે છે. આ સાથે અનેક એવા કારણો જન્મે છે જે મોતનું કારણ બને છે.

દરેક વ્યકિતને માટે પૂરતી ઊંઘ જરૂરી હોય છે. ડોકટર પણ સામાન્ય માણસને ૬-૮ કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે. પૂરતી ઊંઘ લેવાથી બોડી કલોક સારી રહે છે અને તેનો પ્રભાવ જીવનશેલી પર પડે છે. રાતે સારી ઊંઘ ન આવે તો શારિરીક અને માનસિક સમસ્યાઓ સર્જાય છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે જે લોકો રાતે સારી રીતે સૂઈ શકતા નથી કે ઓછી ઊંઘ લે છે તેમને ડિમેન્શિયાનો ખતરો રહે છે. આ સિવાય બોડી કલોક પર પણ વિપરિત અસર થાય છે અને અનેક સમસ્યાની સાથે ગંભીર બીમારીઓ આવે છે જે મોતનું કારણ બની શકે છે.

અન્ય એક રિપોર્ટમાં કહેવાયું છે કે રાતની પૂરતી ઊંધ જીવનનો એક ભાગ છે. ન્યૂરોલોજિકલ સિસ્ટમને કાયમ રાખવામાં તે મહત્વનો ભાગ ભજવે છે અને સાથે અસમય મોતનો ખતરો ઘટે છે. વિશ્વમાં ઓછી ઊંઘ લેનારા લોકોનું મોત જલ્દી થવા માટે ડિમેન્શિયાને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

આ રિપોર્ટમાં કહેવાયું છે કે વિશ્વની ૪૫ ટકા જનસંખ્યા ઓછી ઊંઘની સમસ્યા અનુભવે છે અને સાથે તે ખતરનાક પણ છે. ૫-૭ કરોડ અમેરિકી નાગરિકો સ્લીપ ડિસઓર્ડર, સ્લીપ એપ્નિયા, ઈસોમેન્યા અને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમનો શિકાર છે. સીડીએસએ તેને પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ જણાવ્યો છે. આનું કારણ છે કે ઓછી ઊંઘના કારણે શુગર, સ્ટ્રોક, કાર્ડિયોવૈસ્કયુલર બીમારીનો શિકાર અને ડિમેન્શિયાનો શિકાર પણ બનાય છે.

એકસપર્ટ કહે છે કે આ સ્ટડીને માટે વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ સુધીના અનેક લોકોની સ્લીપિંગ હેબિટનો ડેટા લેવાયો છે અને સાથે તેની તપાસ કરાઈ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જે લોકોને અનિંદ્રાની ફરિયાદ હતી તેઓએ રોજ રાતે ઊંઘની સમસ્યાનો સામનો કર્યો છે. ઉલ્લેખનીય છે કે જર્નલ ઓફ સ્લીપ રિસર્ચમાં છપાયેલા આ શોધનું વિશ્લેષણ નેશનલ હેલ્થ એન્ડ એજિંગ સ્ટડી દ્વારા કરાયું છે.

(12:51 pm IST)