Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ભારતનો પાસપોર્ટ ૬૧મા સ્થાન પર

તાકાતવર પાસપોર્ટમાં જર્મની, સ્વિઝર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જાપાન અને પોલેન્ડ

નવી દિલ્હી તા. ૨૬ : વિશ્વના વિવિધ દેશોના પાસપોર્ટની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આર્ટન કેપિટલ પાસપોર્ટ ઇન્ડેકસનાજણાવ્યા મુજબ, જર્મન પાસપોર્ટ સૌથી વધુ તાકતવર છે. જયારે૨૦૧૮ અને ૨૦૧૯માંજર્મનીમાં બીજા સ્થાન પર હતો. જર્મનીનો મોબિલિટી સ્કોર ૧૩૭ છે. ભારત આ યાદીમાં ૬૧માં સ્થાન પર છે. ૨૦૧૮માં અમેરિકા આ યાદીમાં ટોપ ત્રણમાં હતા. પરંતુ હવે તે ૧૨માં સ્થાન પર છે. પાકિસ્તાનના પાસપોર્ટ ની રેન્ક ૮૦ છે. ફકત સાત દેશોમાં પાકનાનાગરિક વિઝા વગર જઈ શકે છે.

ભારતની પાસપોર્ટ તાકાત પણ ઘટી છે. ભારત ૧૩ માં સ્થાન પરથી ૬૧માં સ્થાન પર આવી ગયું છે. ભારતીય પાસપોર્ટ દ્વારા યાત્રા પર ૨૦ દેશોમાં વિઝાની જરૂરિયાત નથી. ભારતનો મોબિલિટી સ્કોર ૫૫ છે, બીજી બાજુ જર્મન પાસપોર્ટ ધારક ૧૦૦ દેશોમાં વિઝા વગર જઈ શકીએ છીએ. ચીનનો રેન્ક ૫૪ છે. ચીની ૨૩ દેશોમાં વિઝા વગર જઈ શકે છે. અફઘાનિસ્તાન૮૩માં સ્થાન પર છે.

(12:50 pm IST)