Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

આલે લેઃ એટીએમને એસયુવી સાથે દોરડાથી બાંધી ઉખાડીને લઇ જવાયુ

જોધપુર તા. ર૬ : યુકો બેંકના એક એટીએમને દોરડાથી એસયુવી સાથે બાંધી ઉખાડીને લઇ જવાની ઘટના સામે આવી છે. એટીએમમાં ૧પ.રર લાખ રૂપીયા હતા. આ ગેંગ અંગ આસપાસના સીસીટીવી દ્વારા શોધખોળ કરાઇ રહી છે. પોલીસ અધિકારી મુજબ ભાવી ગામમાં આવેલ આ એટીએમને રાત્રે લગભગ ર વાગ્યા આસપાસ તોડીને લઇ જવાયેલ મશીન દરવાજો તોડીને બહાર આવ્યા બાદ તસ્કરોએ તેન ઉપાડીને એસયુવીમાં પાછળ મુકી દીધેલ. સવારે ગામજનોને ખબર પડતા તેમણે પોલીસને જાણ કરેલ. પોલીસ મેનેજરની ફરીયાદ પરથી વધુ તપાસ કરી રહી છે.

(12:49 pm IST)