Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

પાનકાર્ડ ખોવાય તો હવે આઇટી પોર્ટલ પરથી જ ડાઉનલોડ કરવાની સુવિધા

અગાઉ પાનકાર્ડ ખોવાય તો નવો કઢાવવા માટે અરજી કરવી પડતી હતી : આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક હશે તો આધાર નંબર લખવાથી ઇ-પેન મળશે

નવી દિલ્હી,તા. ૨૬: ઇન્કમટેકસનું નવું પોર્ટલ શરૂ થયા બાદ હવે પાનકાર્ડ  ખોવાઇ જાય તો પોર્ટલ પરથી જ ઈ-પેન ડાઉનલોડ કરી શકાશે.  જેથી કરદાતા તેની પ્રિન્ટ કાઢીને તેનો ઉપયોગ કરી શકશે. જોકે,  આ માટે કરદાતાનો પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક હશેતોજ  આ સુવિધાનો લાભ મળવાનો છે.

 

હાલમાં જે રીતે આધારકાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરીને  તેનો વપરાશ કરી શકાય છે તે જ પ્રમાણેની સુવિધા હવે  ઇન્કમટેકસના નવા પોર્ટલ પરથી કરદાતાઓને મળી રહેવાની છે. આ માટે આઇટી પોર્ટલ પર અવર સર્વિસ નામની સુવિધા  આપવામાં આવી છે. તેના પર કિલક કરવામાં આવે તો  ઇન્સ્ટન્ટ પેન લખેલું દર્શાવવામાં આવશે. તે સુવિધામાં આગળ  વધવા માટે કિલક કર્યા બાદ પાનકાર્ડ નંબર યાદ હોય તો તે  લખવાનો રહેશે અથવા તો આધારકાર્ડ નંબર લખ્યા બાદ  મોબાઇલ પર ઓટીપી આવશે તે સબમિટ કરવાની કરદાતાને ખોવાયેલો પાનકાર્ડ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ તેના થકી પાનકાર્ડનો અન્ય જગ્યાએ વપરાશ પણ કરી શકાશે. જોકે અગાઉ પાનકાર્ડ ખોવાય જાય તો નવેસરથી અરજી કરવાની રહેતી હતી. તેમજ એકાદ મહિના બાદ પાનકાર્ડ ઘરે આવતો હતો, આ સમય દરમિયાન  કરદાતાઓએ જે પણ જગ્યાએ પાનકાર્ડ રજૂ કરવાના હોય તેવી તમામ કામગીરી અટકી પડતી હતી.  જયારે નવી સુવિધા શરૂ થતા કરદાતાઓને સૌથી વધુ રાહત થવાની છે. તેમજ પાનકાર્ડ મેળવવા માટે મહિનાની રાહ જોવાના બદલે  ગણતરીની મિનિટમાં જ ઇ પેન ડાઉનલોડ થઇ શકશે.

  • સોફટ કોપી પણ માન્ય હોઇ વધુ સરળતા

અત્રે ઉલ્લેખનીય છે કે ડિજિટલ ઇન્ડિયા હસ્તક કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા તમામ ઓળખપત્ર હવે ઓનલાઇન જ મળી જાય તેવી સુવિધા શરૂ કરવાના કારણે હાર્ડકોપી રાખવાની જરૂરિયાત રહેતી નથી. તેમજ સોફટકોપી તે વ્યકિત ગમે તે જગ્યા પરથી મેળવી શકતો હોવાના લીધે વધુ સરળતા રહેવા પામી છે

(10:40 am IST)