Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી એડિશનનું શેડ્યુલ જાહેર :દરેક ટીમ 6 ટેસ્ટ સિરીઝ રમશે : 3 શ્રેણી ઘર આંગણે અને 3 શ્રેણી વિદેશમાં રમાશે

ભારત, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકાનો જાણો કાર્યક્રમ :

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું પ્રથમ એડિશનમાં ખૂબ જ રસપ્રદ રહ્યું હતું ફાઈનલમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટૂર્નામેન્ટના બીજા એડિશનમાં ભારતીય ટીમે કઈ ટીમો વિરૂદ્ધ રમવાનું છે તેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

ભારતીય ટીમે 6 ટીમો વિરૂદ્ધ કુલ 19 ટેસ્ટ મેચ રમવાની છે. જેમાં ઘરેલુ મેદાન પર ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમશે. આ સિવાય ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતીય ટીમ ટેસ્ટ મેચ રમશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ એડિશનમાં બુધવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રિઝર્વ ડે પર મેચ રમવામાં આવી હતી. બીજી ઈનિંગમાં આખી ભારતીય ટીમ 170 રન બનાવીને પવેલિયન ભેગી થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ પાસે ટેસ્ટ ક્રિકેટની આ વર્લ્ડ કપની ફાઈનલ જીતવા માટે 139 રનનો લક્ષ્‍યાંક હતો. કેપ્ટન વિલિયમસન અને અનુભવી ખેલાડી રોસ ટેલરે 96 રણની અણનમ ભાગીદારી નોંધાવી 8 વિકેટે જીત હાંસલ કરી હતી.

ભારતીય ટીમે ઈંન્ગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત કરવાની છે. આ પછી ભારતે નવેમ્બરમાં ઘરેલુ મેદાન પર ન્યૂઝીલેન્ડ સાથે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ પછી જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકામાં 3 ટેસ્ટ મેચ રમવામાં આવશે. ત્યારબાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે ઘરેલું મેદાનમાં સિરીઝ રમશે. આ પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાનારી છેલ્લી સિરીઝમાં ભારતે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ રમશે.

 

(12:16 am IST)