Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 50 કેસ નોંધાયા: રસી કેટલી કારગત ?: ટેસ્ટ ચાલુ : આઠ દિવસમાં બાદ પરિણામ મળશે

કોવિશીલ્ડ અને કોવૈક્સિન ડેલ્ટા પ્લસ પહેલાં મળેલ આલ્ફા બીટા, ગામા અને ડેલ્ટા જેવા વેરિયેન્ટ પર અસરકારક

નવી દિલ્હી : દેશમાં કોરોનાનાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કુલ 50 કેસો નોંધાયા છે. જે રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કેસો મળ્યા છે તેમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના નિયામક ડો.એસ.કે.સિંઘે જણાવ્યું કે દેશનાં આ 8 રાજ્યોમાં જ 50 ટકાથી વધુ કેસ મળી આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયની બ્રીફિંગમાં મીડિયા સાથે વાત કરતા ICMR નાં ડીજી બલરામ ભાર્ગવે જણાવ્યું કે હાલમાં વિશ્વનાં 12 દેશોમાં કોરોનાનું આ વેરિયેન્ટ જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતમાં 50 કેસ છે, પરંતુ તે મર્યાદિત રેન્જમાં છે.

 

આ વેરિએન્ટ પર કોરોના રસીની અસર અંગે, તેમણે કહ્યું કે તેના માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને આગામી 7 થી 10 દિવસમાં તેના વિશે માહિતી મળી જશે. ભાર્ગવે કહ્યું કે કોવિશીલ્ડ અને કોવૈક્સિન ડેલ્ટા પ્લસ પહેલાં મળી આવેલા આલ્ફા બીટા, ગામા અને ડેલ્ટા જેવા વેરિયેન્ટ પર અસરકારક રહ્યા છે.

તેમણે કહ્યું કે, હાલમાં કોરોના રસીની આ વેરિએન્ટ પર કેટલી અસર પડે છે તે જોવા માટે અમારા ટેસ્ટ ચાલુ છે. અમે લેબોરેટરીનાં પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. તેના પરિણામો 7થી 10 દિવસમાં આવશે. આ ઉપરાંત ICMR ના ડીજીએ કોરોના રસી અંગેનો અન્ય એક ભ્રમ દૂર કર્યો છે.

સગર્ભા સ્ત્રીઓને રસીથી પ્રતિકૂળ અસર થઈ શકે છે તેવી અફવાઓને ફગાવી દેતા તેમણે તેમણે કહ્યું કે આવું નથી. બલરામ ભાર્ગવએ જણાવ્યું કે આરોગ્ય મંત્રાલયે આ ગાઇડલાઇન બહાર પાડી છે કે સગર્ભા સ્ત્રીઓને પણ કોરોના સામે રસી આપવામાં આવી શકે છે. રસીકરણ એ સગર્ભા સ્ત્રીઓ માટે પણ ફાયદાકારક છે અને તે હોવું જોઈએ.

બાળકોની રસી અંગે બલરામ ભાર્ગવે કહ્યું કે હાલમાં વિશ્વમાં એક જ દેશ છે જ્યાં આવું કરવામાં આવી રહ્યું છે. જો કે, ખૂબ નાના બાળકોને ક્યારેય રસીની જરૂર હોતી નથી. આ એક મોટો સવાલ છે.

(12:00 am IST)