Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

૧ર હજાર હોર્સ પાવરનું એન્જિન બનાવનાર ભારત વિશ્વનો છઠ્ઠો દેશ : ગૂડઝ ટ્રેન કલાકના ૧ર૦ કિ.મી.ની ઝડપે દોડશે

ભોપાલ, તા. ર૬ :  દેશનું સૌથી શકિતશાળી ૧ર હજાર હોર્સ પાવર નું રેલ્વે એન્જિન બુધાવરે ભોપાલના હબીબ ગંજ સ્ટેશન પહોંચી ગયું છે તેની ખાસિત એ છે કે, એક એન્જિન ખરાબ થતાં તે ઓટોમેટિકલી બીજા એન્જિન પર ચાલવા લાગે છે તેનાથી માલગાડીને કયાંય રોકવાની જરૂર નથી પડતી.

આ ક્ષમતાવાળા એન્જિન દેશમાં જ મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે જ આ પ્રકારની ક્ષમતાવાળુ એન્જિન બનાવવામાં ભારત દુનિયાના છઠ્ઠા ક્રમે આવી ગયું છે. આ એન્જિન સંપૂર્ણ એસી છે.

એન્જિન મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ અંતર્ગત બનાવવામાં આવ્યું છે.

આ એન્જિન ૬૦૦ર૭ નંબર આપવામાં આવ્યો છે. આ એન્જિન અત્યાધુનિક આઇજીબીટી આધારિત, ૩-ફ્રેઝ ડ્રાઇવ અને ૧ર હજા હોર્સ પાવરનું ઇલેકટ્રીક એન્જિન છે, તે ૧ર૦ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડથી ચાલે છે. આ એન્જિન બનાવવાનું કામ ઓકટોબર ર૦૧૭માં મધપુરા ફેકટરીમાં શરૂ થયું હતું. આ પહેલા ફ્રાન્સની પ એન્જિન ભારત લાવવામાં આવ્યા હતા. ત્યાર પછી દરેકે એસેમ્બરલ કરવામાં આવ્યા હતા. તેને બનાવવામાં અંદાજે રૂ. ૧૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ પ્રોજેકટ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવવામાં આવ્યો છે. હવે બિહારના મધેપુરામાં દર વર્ષે ૧ર૦ એન્જિન બનાવવા માટે ફેકટરી બનાવવામાં આવી રહી છે. ગેમ ચેન્જર સાબિત થશે.

નવા એન્જિનથી ભારતીય રેલવેની માલવાહક ક્ષમતામાં વધારો થશે. રર.પ ટનના એકસેલ લોડના ટિવન એન્જિનને ૧ર૦ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ સાથે રપ ટન સુધી અપગ્રેડ કરવામાં આવી શકે છે. આ એન્જિન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે કોલસા રેલગાડીના આવાગમન માટે એક ગેમ ચેન્જર સાબિત થશે, તેમાં લગાવવામાં આવેલા સોફટવેર અને એન્ટિના દ્વારા તેના જીપીએસ પર નજર રાખવામાં આવશે. નવા એન્જિનને ટ્રાયલ માટે સમગ્ર દેશના અલગ અલગ રેલવે ડેપો પર મોકલવામાં આવશે. હવે હેવી ગુડસ ટ્રેનનું સંચાલન આ એન્જિનના કારણે સરળ બનાવી શકાશે.

(3:53 pm IST)