Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ચીન-નેપાળ પછી હવે ભૂતાને વધારી ભારતની મુશ્કેલીઃ રોકયું સિંચાઇનું પાણી

રિપોર્ટ મુજબ ભૂતાને મોટું પગલું ઉઠાવીને ભારતીય ખેડૂતોને પોતાની નદીના પાણીનો ઉપયોગ કરતા રોકયા છે

નવી દિલ્હી, તા.૨૬: ચીન ભારત મામલે જમીની વિવાદ હજી શમ્યો નથી ત્યાં જ નેપાળે પણ નવા નકશો નીકાળીને ભારતની સામે મુશ્કેલી ઊભી કરી છે. અને આ બંને વિવાદ પછી હવે ભૂટાને પણ અસમની તરફ આવતી નદીઓના સિંચાઇના પાણીને રોકી દીધી છે. આ પગલાથી અસમના બકસા જિલ્લાના ખેડૂતો પરેશાન છે. અને તેમને ખેતી કરવામાં સમસ્યા આવી રહી છે. તેમણે આ મામલે કડક વિરોધ કરીને પ્રદર્શન પણ કર્યા છે. ભાજપ નેતા સુબ્રહ્મણય સ્વામીએ પણ આ મામલે ચિંતા વ્યકત કરી છે.

રિપોર્ટ મુજબ ભૂતાને મોટું પગલું ઉઠાવીને ભારતીય ખેડૂતોને પોતાની નદીના પાણીનો ઉપયોગ કરતા રોકયા છે. ૧૯૫૩દ્મક અસમના બકસા અને અન્ય જિલ્લાના ખેડૂતો ભૂતાનથી આવતા સિંચાઇના પાણીનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા. હવે ભૂતાનના આ પગલાંથી ૨૫ ગામોના લોકોની સમસ્યા વધી છે. આ ખેડૂતોએ ભૂતાન તરફ પોતાનો ગુસ્સો વ્યકત કરીને ગુરુવારે પ્રદર્શન પણ કર્યું હતું.

અસમના બકસા જિલ્લાના ખેડૂતોની સાથે સિવિલ સોસાયટીના લોકોએ પણ ભૂતાનના આ પગલાં વિરુદ્ઘ પ્રદર્શન કર્યા છે. પ્રદર્શનકારીઓ કલાકો સુધી રસ્તા રોકી ચક્કાજામ કર્યું હતું. આ તમામ લોકોએ આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા ભૂતાન સરકારને આ મામલે વાતચીત કરી સમાધાન નીકાળવાની વાત કરી છે.

કોરોના વાયરસના કારણે ભૂતાનમાં વિદેશી નાગરિકોના પ્રવેશને પર પણ પ્રતિબંધ છે. તેવામાં ભારત-ભૂતાન સીમા પર સ્થિત સમદ્રૂપ જોંગખાર ક્ષેત્રમાં જઇને કાલા નદીના પાણીથી સિંચાઇ માટે ખેતરોમાં લાવતા હતા. પણ ખેડૂતોનો પરવાનગી આપવાથી પણ વંચિત કરવામાં આવ્યા છે.

જેના વિરોધ ખેડૂતોએ કહ્યું કે જો આંતરાષ્ટ્રીય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે તો આ પાણીને સિંચાઇ માટે નહેરમાં નાંખી શકાય છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ પર ચિંતા વ્યકત કરતા ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે હવે ભૂતાને ભારતીય ખેડૂતો માટે આવતા સિંચાઇના પાણીને રોકી લીધું છે.

(3:35 pm IST)