Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

રેલ વિભાગની પાછી પલટી

૧૨ ઓગસ્ટ સુધી નહી ચાલે નિયમિત પેસેન્જર ટ્રેન

નવી દિલ્હી, તા.૨૬: કોરોના વાઈરસના વધી રહેલા કેસોને જોતા ભારતીય રેલવેએ નિયમિત મુસાફર ટ્રેન ઓગસ્ટ મહિના પહેલા નહી ચલાવવાનો નિર્ણય કર્યો છે. તેને લઈને એક સકર્યૂલર જાહેર કર્યો છે. રેલવેએ જણાવ્યું છે કે, ૧૨ ઓગસ્ટ ૨૦૨૦ સુધી કોઈ પણ રેગ્યૂલર પેસેન્જર ટ્રેન કે મેલ એકસપ્રેસ ટ્રેન નહી ચલાવવામાં આવે.

કોરોના વાઈરસના વધી રહેલા કેસોને જોતા ભારતીય રેલવેએ નિર્ણય કર્યો છે કે નિયમિત મુસાફર ટ્રેન ઓગસ્ટ મહિના પહેલા નહી ચલાવવામાં આવે. રેલવેએ તેને લઈને એક સકર્યૂલર જાહેર કર્યો છે. રેલવેએ જણાવ્યું છે કે, ૧૨ ઓગસ્ટ ૨૦૨૦ સુધી કોઈ પણ રેગ્યૂલર પેસેન્જર ટ્રેન કે મેલ એકસપ્રેસ ટ્રેન નહી ચલાવવામાં આવે.

આ સાથે જ રેલવેએ કહ્યું કે, જે મુસાફરોએ રેગ્યૂલર ટ્રેન સેવા માટે ૧ જુનથી ૧૨ ઓગસ્ટ સુધી ટીકિટ બુક કરાવી છે તેમની દરેક ટીકિટ કેન્સલ કરી દીધી છે. જે મુસાફરો આ તારીખ દરમિયાનની ટીકિટ લીધી છે તેમને રેલવે ટીકિટના પૈસા રિફંડ કરશે.

(11:26 am IST)