Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ચીનની હવા કાઢી નાખવા અમેરિકા મેદાને

ચીનની 'દાદાગીરી' રોકવા એશિયામાં પોતાનું સૈન્ય મોકલશે અમેરિકાઃ યુરોપથી સૈન્ય ઘટાડશેઃ ૯૫૦૦ સૈનિકો એશિયામાં મૂકશેઃ અમેરિકી વિદેશમંત્રીની મહત્વની જાહેરાતઃ અમેરિકાએ ભારતનું કર્યુ સમર્થનઃ ચીને ભારત-વિયેટનામ માટે ખતરો ઉભો કર્યો છે

વોશીંગ્ટન, તા.૨૬: એશીયામાં ચીનની વધતી દાદાગીરીનો અંત લાવવા માટે અમેરિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. અમેરિકા યુરોપમાંથી પોતાની સેનાને હટાવી એશિયામાં તૈનાત કરશે.

એશિયામાં ચીનની દાગીરી સામે અમેરિકાએ આકરું વલણ અપનાવ્યું છે. અમેરિકાએ યુરોપમાંથી પોતાની સેના હટાવીને એશિયામાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. તેની શરૂઆત જર્મનીથી થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા જર્મનીમાં તૈનાત ૫૨૦૦૦ અમેરિકન સૈનિકોમાંથી ૯,૫૦૦ સૈનિકો એશિયામાં તૈનાત કરશે. અમેરિકા આ   પગલુ એવા સમયે ઉઠાવી રહ્યું છે જયારે ભારતમાં પૂર્વ લદ્દાખમાં એકયુઅલ કંટ્રોલ (એલએસી) ની બાજુમાં ચીને ભારતમાં તંગ પરિસ્થિતિ સર્જી છે, બીજી તરફ વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ અને સાઉથ ચાઇના સીમાં એક ખતરો બનેલો છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચીનને ભારત અને દક્ષિણપૂર્વ એશિયા માટે ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ચીન તરફથી ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા એશિયન દેશોને વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ વિશ્વભરમાં તેના સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરી કરીને તેમને એવી રીતે તૈનાત કરી રહ્યું છે કે તેઓ જરૂર પડવા પર પીપુલ્સ લિબરેશન આર્મી (ચીનની સેના) નો મુકાબલો કરી શકે. પોમ્પિયોએ જર્મન માર્શલ ફંડના વર્ચ્યુઅલ બ્રસેલ્સ ફોરમ ૨૦૨૦માં ના સવાલના જવાબમાં આ કહ્યું.

પોમ્પિયોએ કહ્યું કે અમે નક્કી કરીશું કે અમારી તૈનાતી એવી હોવી જોઈએ કે પીએલએનો સામનો કરી શકે. અમને લાગે છે કે આ અમારા સમયનો પડકાર છે અને અમે ખાતરી કરીશું કે અમારી પાસે તેને ઉકેલવા માટે તમામ સંસાધન યોગ્ય જગ્યા પર ઉપલબ્ધ હોય. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશો પર સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ યોજના અંતર્ગત અમેરિકા, જર્મનીમાં સૈન્યની સંખ્યા ૫૨ હજારથી ઘટાડીને ૨૫ હજાર કરી રહ્યા છે.

પોમ્પિયોએ કહ્યું કે સૈન્યની તૈનાતી જમીની વાસ્તવિકતા પર આધારિત હશે. તેમણે કહ્યું કે કેટલીક જગ્યાએ અમેરિકન સંસાધનો ઓછા રહેશે. કેટલાંક અન્ય જગ્યાઓ પર રહેશે...મેં હમણાં જ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના ખતરાની વાત કરી છે, તેથી હવે ભારતને ખતરો છે, વિયેતનામ ને ખતરો છે, મલેશિયા, ઇન્ડોનેશિયાને ખતરો છે, દક્ષિણ ચીન સમુદ્રની સામે પડકારો છે. યુ.એસ.એ જોખમોને જોયા છે અને સાયબર, ઇન્ટેલિજન્સ અને સૈન્ય જેવા સંસાધનો કેવી રીતે વહેંચવા તે સમજયા છે.

જો સૂત્રોની વાત માનીએ તો અમેરિકા પહેલીવાર હિંદ મહાસાગરમાં લશ્કરી મથક ડિયોગાર્શિયા પહેલી વખત ૯૫૦૦ સૈનિકો તૈનાત કરશે. આ સિવાય તાઇવાન પણ પોતાને ત્યાં સેના તૈનાતી માટે જગ્યા આપી શકે છે. આપને જણાવી દઇએ કે અમેરિકાના સૈન્ય ઠેકાણા જાપાન, દક્ષિણ કોરિયા, ડિયોગાર્શિયા અને ફિલિપાઇન્સમાં છે.

(9:58 am IST)
  • લદ્દાખમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તિવ્રતા 4.5 મપાઇ access_time 9:08 pm IST

  • કોરોના વાયરસથી સંક્રમિત દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ પ્લાઝમા થેરેપી પછી નેગેટીવ આવ્યોઃ હોસ્પિટલમાંથી રજા અપાઈ access_time 8:19 pm IST

  • આસામના જળસિંચાઈ માટે પાણી બંધ કરી દીધાના અખબારી અહેવાલોને ભૂતાને ફગાવી દીધા છે access_time 4:14 pm IST