Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કમલનાથ સરકારની સામાન્ય વર્ગને મોટી ભેટ :ગરીબો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામતને મંજૂરી

મંત્રીમંડળની બેઠકમાં સામાન્યવર્ગ માટે 10 ટકા અનામતનો પ્રસ્તાવ મંજુર કર્યો

મધ્ય પ્રદેશ સરકારે સામાન્ય વર્ગનાં ગરીબ વિદ્યાર્થીઓ માટે મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. કમલનાથ કેબિનેટે સામાન્ય વર્ગનાં ગરીબો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાનાં પ્રસ્તાવને મંજૂરી મહોર મારી છે.

  મધ્ય પ્રદેશનાં જનસંપર્ક અને કાયદા મંત્રી પીસી શર્માએ જણાવ્યું કે સીએમ કમલનાથની અધ્યક્ષતામાં આજે મંત્રી મડળની બેઠક મળી હતી. આ બેઠકમાં સામાન્ય વર્ગનાં ગરીબ ઉમેદવારો માટે સરકારી નોકરી અને શિક્ષણ (અભ્યાસ)માં 10 ટકા અનામત આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

પીસી શર્માએ જણાંવ્યું કે, અનામતનો લાભ તે લોકોને મળશે, જેની તમામ સાધનોમાંથી થતી આવક 8 લાખ રૂપિયા વાર્ષિકથી વધુ ન હોવી જોઇએ. તેમની માલિકીની પાંચ એકરથી વધારે ખેતીની જમીન ન હોવી જોઇએ. શહેરી વિસ્તારોમાં 1200 ચોરસ ફૂટથઈ વધારે ક્ષેત્રફળનું પોતાની માલિકીનું મકાન ન હોવું જોઇએ. નગર પાલિકા વિસ્તારોમાં 1500 ચોરસ ફૂટથી વધારેનું મકાન ન હોવુ જોઇએ. તેમજ ગ્રામ પંચાયતમાં 1800થી વધારે ક્ષેત્રફળનું મકાન ન હોવું જોઇએ.

ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે કોઇ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ઉલ્લેખનિય છે કે, સંસદમાં હાલમાંજ પસાર થયેલા 124માં બંધારણ સંશોધન વિધેયકનાં માધ્યમથી સામાન્ય વર્ગનાં ગરીબ લોકોને નોકરી અને શિક્ષણાં 10 ટકા અનામત આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જેને ઘણા રાજ્યોએ લાગુ કરી દીધો છે.

(8:47 pm IST)