Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ભાજપ ધારાસભ્યં આકાશ વિજયવર્ગીયની ધરપકડ :ઈંદોરના અધિકારીઓને બેટથી ફટકારવાનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના પુત્રએ એ આ પ્રકારે ભ્રષ્ટાચાર અને ગુંડાતત્વને દૂર કરશે

ઇન્દોર :ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. ઇન્દોર નગર નિગમ અધિકારીની બેટ વટે માર મારવાનો એક વીડિયો સામે આવ્યા બાદ આકાશ વિજયવર્ગીય વિરુદ્ધ એફઆઇઆપ નોંધવામાં આવી હતી.પોલીસે કાર્યવાહી કરતા આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરી છે. આકાશ વિરુદ્ધ આઇપીસીની ધારા 353, 294, 506, 147, 148, હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આકાશ સાથે અન્ય 10 લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે.

  આકાશ વિજયવર્ગીય ભાજપના મહાસચિવ અને દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્ર છે. આ મામલે આકાશ વિજયવર્ગીયનું કહેવું છે કે તે આ પ્રકારના ભ્રષ્ટાચાર અને ગુંડાતત્વને દૂર કરશે. એમણે કહ્યું કે, 'આવેદન, નિવેદન અને પછી દના દન' હેઠળ અમે કાર્યવાહી કરીશું.

(6:56 pm IST)