Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો-કેનેડાના પાંચમાં પાટોત્સવ પર્વે વૃક્ષારોપણ : પ૦૦૦૦ હજાર વૃક્ષારોપણ કરવા તે પૈકી પ્રથમ પરમ પૂજય બાપાના હસ્તે વૃક્ષારોપણ

અમદાવાદ : ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પોતાનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં વાતાવરણની શુદ્ધતા માટે વિશેષ વૃક્ષોનું મહત્વ બતાવ્યું છે. સમગ્ર વિશ્વમાં પર્યાવરણ સામે ખતરો પેદા થઇ ગયો છે. કુદરતી સંસાધનોનો નાશ થઇ રહ્યો છે. અને તેના પરિણામે સમગ્ર વિશ્વ પર જળવાયું પવિરર્તન મોટો ખતરો તોળાઇ રહ્યો છે. જળ વાયુ પરિવર્તનના કારણે અનેક દેશોમાં ઋતુચક્રમાં પરિવર્તન આવ્યો છે તો વિશ્વના તાપમાનમાં પણ વધારો થયો છે. ગ્લેશિયરો ઓગળવા લાગ્યા છે. ગ્રીન હાઉસ ઇફેકટ, ગ્લોબલ વોર્મિંગ, કલાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. દરેક જાતિ, ધર્મ અને સંર્સ્કૃતિમાં વૃક્ષ અને પશુ-પક્ષી પૂજય અને અવધ્ય છે. ભારતમાં તો તેની સુદીર્ધ પરંપરા છે. પરંતુ પારસીઓમાં, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાની જનજાગતિઓમાં, રેડ ઇન્ડિયન્સમાં ઓસ્ટ્રેલિયા, જાવા સુમાત્રા, બર્મા, ચિન, તિબેટીઓ વગેરેમાં અનેક વૃક્ષો, છોડ અને પશુપક્ષી પુજય છે.

આપણે કહીએ છીએ કે, છોડમાં રણછોડ છે... ર૧ મી સદીનો માણસ જંગલો કે નગરોના વૃક્ષોનુ઼ નિકંદન કાઢીને ત્યાં ઔદ્યોગિક વસાહતો કે માનવ વસાહતો ઉભી કરવાની હોડ લગાવી રહ્યો છે, ત્યારે આપણ ઋષિ-મુનિઓએ અરણ્યમાં નિવાસ કરીને અરણ્ય, વૃક્ષો, વનસ્પતિ, ઔષધિ, પુષ્પ, પર્ણો, ફળોનો મહિમા સમજાવીને માનવ જીવનમાં વૃક્ષોનું મહતવ પ્રસ્થાપિત કર્યુ છે. પ્રાકૃતિક સંપ્રદાના સંરક્ષણ માટે શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરંટો-કેનેડા ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં પ૦,૦૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવનાર છે. તેમાં પ્રથમ વૃક્ષનુંોપણ શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરંટો-કેનેડા ખાતે આચાર્ય સ્વામીજી મહારજે કર્યુ હતું.

આ પ્રસંગે મિ. ગ્રે આનંદ સંગારી-મેમમ્બર ઓફ પ્રો. પાર્લામેન્ટ, જેનિફર મેકલવી, સીટી કાઉન્સિલર, ફોર્મર પ્રેસિડન્ટ ઓફ સ્કોરબારો કોમ્યુનિટી રીનવલ સેનટીનીયલ કોમ્યુનિટી રિક્રિએશન એસોસીએશન, પોલ એન સીલે-સિટી કાઉન્સીલર તથા મેયર્સ એકિઝકયુટીવ કમિટી... વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેવું મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વાીમની એક યાદીમાં જણાવેલ છે.

(4:24 pm IST)