Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મહામંત્રઃ મેં શુધ્ધ આત્મા હું, મેં પવિત્ર આત્મા હું

ધ્યાન કરો, દુર્ઘટનાથી બચો

ધ્યાનથી પ્રાકૃતિક આપદામાં પણ બચાવ થઇ શકે છેઃ મુલાકાતના અંશો વાંચો

રાજકોટ, તા., ૨૬: સમર્પણ ધ્યાનના પ્રણેતા પૂ. શિવકૃપાનંદજીએ જણાવ્યું હતું કે, સમર્પણ ધ્યાનમાં દરરોજ અડધો કલાક આપો તો ઓરા મજબુત બને અને આત્મા જાગૃત થાય. જે સાધકને દુર્ઘટનાથી બચાવી શકે છે. પ્રાકૃતિક આપદામાં પણ સાધકનો બચાવ થઇ શકે છે. ઓરા પાવરફુલ બને તો પ્રાકૃતિક આફતને પણ અટકાવી શકાય છે.

સ્વામીજી સાથેની મુલાકાતની ઝલક માણીએ.

* માણસ વિચારોથી થાકી જાય છે. શરીરથી થાકતો નથી. વિચારોના નિયંત્રણ માટે ધ્યાન કરો.

* પતિ-પત્ની, મા-બાપ, ભાઇ-બહેન સાથેના સંબંધો સારા હોય તો આધ્યાત્મીક પ્રગતી થઇ શકે.

* ઇશ્વરનું બીજુ કોઇ સ્વરૂપ નથી. અનુભુતી જ ઇશ્વર છે.

* પ્રત્યેક યુગમાં સકારાત્મક-નકારાત્મક ઉર્જા રહેવાની. આપણી નજર, આપણું ચિત સકારાત્મક પ્રત્યે રાખો.

* નેપાલના ગુડવીલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પૂ. શિવકૃપાનંદજીની વરણી થઇ છે. આ અંગે સવાલ કરતા પૂ. સ્વામીજીએ કહયું હતું કે, નેપાળનો સમય આવી ગયો છે, ભારતનો સમય હવે આવશે.

* સમર્પણ ધ્યાનના કાર્યક્રમો નિઃશુલ્ક હોય છે. પૂ. સ્વામીજી કહે છે કે મને હિમાલયથી નિઃશુલ્ક મળ્યું છે. હું નિઃશુલ્ક વિતરણ કરૂ છું.

* સ્વામીજી કહે છે કે હું ગૃહસ્થ છું. જન્મે મરાઠી બ્રાહ્મણ છું. ગુરૂ આદેશથી ગુજરાતની ભુમી પર ધ્યાન પ્રવૃતિ શરૂ કરી અને વિશ્વભરમાં ફેલાઇ ગઇ છે.

* કર્મમુકિત અવસ્થા જ મોક્ષ છે. જે ધ્યાનથી શકય બને છે. આ મોક્ષ જીવતા જ પ્રાપ્ત કરી શકાય છે.

*  પૂ. સ્વામીજીએ શ્રીલંકાના વડાપ્રધાનને ત્રણ કલાક ધ્યાન શીખવ્યું હતું.

* સ્વામીજી કહે છે ગુલાબના ફુલને ગાળો આપો તો પણ એ સુગંધ જ આપે. સદગુરૂદેવ પણ આવા જ હોય. (૪.૧૩)

(4:12 pm IST)